For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાદેનને પણ આપવી પડી'તી લાંચ

By Super
|
Google Oneindia Gujarati News

bin-laden
ઇસ્લામાબાદ, 26 ડિસેમ્બરઃ વિશ્વના સૌથી ખુંખાર આંતકવાદી અને અલકાયદાના સરગના ઓસામા બિન લાદેન પણ લાંચ લેનારાઓથી બચી શક્યા નહોતા. પાકિસ્તાનના એબટાબાદમાં સુરક્ષિત ઠેકાણું બનાવવા માટે ઓસામાને 50 હજારની લાંચ આપવી પડી હતી.

પાકિસ્તાનના ઉર્દૂ સમાચાર પત્ર 'જંગ'ના અહેવાલ અનુસાર પટવારીએ પચાસ હજારની લાંચ લઇને ઓસામાને એબટાબાદમાં ત્રણ માળની ઇમારત બનાવવા માટે, 14 ફૂટની બાઉન્ડ્રી બનાવવા માટે અને બાડ લગાવવા માટેની પરવાનગી આપી હતી. લાદેને પોતાની ડાયરીમાં તેનો ઉલ્લેખ કર્યો હતો. લાદેનની હત્યા બાદ આ ડાયરી પાકિસ્તાનના અધિકારીઓને મળી આવી છે. જેના થકી આ ખુલાસો થયો છે. પાકિસ્તાની અધિકારીઓને ડાયરી સાથે 1 લાખ 37 હજાર અન્ય દસ્તાવેજો પણ મળ્યા હતા.

ગયા વર્ષે 2જી મેના રોજ અમેરિકન સીલ્ડ કમાન્ડો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં લાદેન માર્યો ગયો હતો. આ વર્ષે એપ્રિલમાં ઓસામાના ઠેકાણાને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. સમાચારપત્રે જણાવ્યા પ્રમાણે લાદેનની ડાયરીમાં દરરોજની ઘટનાઓ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પટવારીને ખબર નહોતી કે તે ઓસામા પાસેથી લાંચ લઇ રહ્યો છે. તેને સુરક્ષા એજન્સીએ પકડી પાડ્યો હતો.

ડાયરીથી માલુમ પડ્યું છે કે ઓસામાને એ વાતની સંપૂર્ણ જાણકારી હતી કે રેવન્યુ અધિકારી કામ કરાવવા માટે લાંચ લે છે, લાદેન પાકિસ્તાનનો હોવાનું અને અમેરિકન કાર્યવાહીની તપાસ કરનાર આયોગે પોતાના અહેવાલમાં સંસ્થાઓની નબળાઇનો ઉલ્લેખ કર્યો છે. આયોગનો અહેવાલ હજુ સુધી સરકારને મળ્યો નથી. અધિકારીઓએ એ વાતનો ખુલાસો નથી કર્યો કે અહેવાલ સાર્વજનિક કરવામાં આવશે કે નહીં.

English summary
Osama bin Laden's safe house in Pakistan's garrison city Abbottabad was built after paying a bribe of Rs 50,000 to a revenue official, a media report said on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X