For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

World July 25: હવે 'વડાપ્રધાન મોદી ચાલ્યા નેપાળ..'

|
Google Oneindia Gujarati News

દેશ દુનિયામાં રોજેરોજ અવનવી ઘટનાઓ ઘટતી હોય છે. વનઇન્ડિયા આપને અહીં દુનિયામાં બનતા તમામ સમાચારો અને ઘટનાઓથી અપડેટ રાખશે. 25 જુલાઇના રોજ એટલે કે આજે બનેલી તમામ ઘટનાઓ અને કાર્યક્રમોથી નજર રાખવા આ ન્યૂઝને રિફ્રેસ કરતા રહો.

2.35 pm: મેક્સિકોના ટલાસ્કાલા રાજ્યમાં એક હાથીની 10000 વર્ષ જુની ખોપડી અને દાંત મળ્યા.

2.14 pm: અમેરિકાએ રશિયા પર યૂક્રેનના સૈન્ય વિસ્તારને નિશાનો બનાવીને સીમા પર ગોળીબારી કરવાનો આરોપ લગાવ્યો છે.

1.53 pm: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં શુક્રવારે આતંકવાદીઓએ બે પોલીસ જવાનોની ગોળી મારીને હત્યા કરી દીધી.

1.00pm કેનેડાની સરકારે યૂક્રેન અને રશિયાની સંસ્થાઓ અને વ્યક્તિઓની વિરુદ્ધ નવા આર્થિક અને યાત્રા પ્રતિબંધોની જાહેરાત કરી છે.

12:53pm ચીનમાં આવેલ વિનાશકારી રેમસન તોફાનથી મરનારાઓની સંખ્યા વધીને 62 અને ગૂમ થયેલા લોકોની સંખ્યા 21 થઇ ગઇ છે. આ જાણકારી શુક્રવારે અધિકારીઓએ આપી.

12:45pm અમેરિકાએ ઇરાકની જનતાને નવા રાષ્ટ્રપતિ મોહમંદ ફૌદ માસૌમની ચૂંટણી પર તેમને શુભેચ્છા પાઠવી છે.

10.15am: અમેરિકામાં પ્રતિનિધિ સભાની રુલ્સ કમિટિએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ સંબંધિત મામલામાં કેસ કરવાનો પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે તેના માટે પ્રતિનિધિ સભામાં મતદાન થશે.

9.30am: યૂક્રેનના વડાપ્રધાન અર્સેની યાત્સેનયુકે ગુરુવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. સત્તાધારી ગઠબંધનથી બે રાજનૈતિક દળોની બહાર નીકળ્યા બાદ સંસદના નિષ્પ્રભાવી થવા પર તેમણે આ જાહેરાત કરી.

9.00am: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં નેપાળ પ્રવાસ ખેડવાના છે. નરેન્દ્ર મોદી નેપાળના 3-4 ઓગસ્ટ એમ બે દિવસના પ્રવાસ પર રહેશે. અત્રે તેઓ જાણીતા પશુપતિ મંદિરના દર્શને પણ જશે.

8.45am: ગાજા પટ્ટીમાં ઇઝરાઇલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં તાજા આંકડા અનુસાર મરનારાઓની સંખ્યા 750 સુધી પહોંચી ગઇ છે.

8.00am: ગુરુવારના રોજ આશ્ચર્યજનકરીતે ગૂમ થયેલ અલ્જીરિયાઇ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે જેના પગલે તેમાં સવાર 116 લોકોના મોત થઇ ગયા છે. બીબીસીના જણાવ્યા અનુસાર વિમાનનો કાટમાળ માલીમાં મળી આવ્યો છે. ફાસો સેનાના જનરલ ગિલબર્ટ ડિયાનડીરીએ મીડિયાને જણાવ્યું 'અમને અલ્જીરિયાઇ વિમાન મળી ગયુ છે, તેનો કાટમાળ શોધી લેવામાં આવ્યો છે, તે ફાસોની સીમાથી 50 કિલોમિટર ઉત્તરમાં મળ્યો છે. આ હિસાબે વિમાનમાં સવાર તમામ લોકો માર્યા ગયા છે.'

modi
English summary
Latest World News in brief July 25: Gaza toll reaches 800, and other news in brief.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X