• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World 23 July: સિખ સંગઠને નરેન્દ્ર મોદીના વિરૂદ્ધ ઓનલાઇન અભિયાન કર્યું શરૂ

By Kumar Dushyant
|

22 જુલાઇ: અમે તમારા માટે એક નવી શરૂઆત કરી રહ્યાં છીએ. જ્યાં તમને આંતરાષ્ટ્રીય કક્ષાએ બનતી ઘટનાઓના સમાચાર તથા બ્રેકિંગ ન્યૂઝ વિશે એક જ જગ્યાએ માહિતી મળી રહેશે. જેથી તમારા સમયનો બચાવ થશે અને એક જ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સમાચારો મળી રહેશે. બસ માત્ર સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ અને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વિશે માહિતી મેળવતા રહો.

આજના આંતરરાષ્ટ્રીય સમાચારો પર નજર કરીએ તો... કોંગ્રેસી નેતાઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહના વિરૂદ્ધ અભિયાન ચલાવી ચૂકેલા ન્યૂયોર્કના એક સિખ માનવાધિકાર સંગઠને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે, તો બીજી તરફ ચીનમાં થયેલા એક રોડ અકસ્માતમાં 38 લોકોના મોત નિપજ્યાં છે.

મોદીની અમેરિકા યાત્રાના વિરોધમાં ઓનલાઇન અભિયાન

મોદીની અમેરિકા યાત્રાના વિરોધમાં ઓનલાઇન અભિયાન

વોશિંગ્ટન: કોંગ્રેસી નેતાઓ સોનિયા ગાંધી અને મનમોહન સિંહના વિરૂદ્ધ અભિયાન ચલાવી ચૂકેલા ન્યૂયોર્કના એક સિખ માનવાધિકાર સંગઠને હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક ઓનલાઇન અભિયાન શરૂ કર્યું છે, જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાકા ઓબામાને ગુજરાતમાં 2002માં ફાટી નિકળેલા સાંપ્રદાયિક રમખાણોના સંદર્ભમાં નરેન્દ્ર મોદીને મોકલેલા નિમંત્રણ રદ કરવાનો અનુરોધ કર્યો છે.

'સિખ ફોર જસ્ટિસ' (એસએફજે) દ્વારા કાલથી શરૂ આ ઓનલાઇન અરજી અભિયાનમાં કહેવામાં આવ્યું છે, 'વ્હાઇટ હાઉસમાં નરેન્દ્ર મોદી મેજબાની કરવાના બદલે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાને નરેન્દ્ર મોદીની નિંદા કરવી જોઇએ અને મુસ્લિમો, સિખો અને ખ્રિસ્તીઓ વિરૂદ્ધ હિંસા માટે ભાજપ પર પ્રતિબંધ લગવવાનો જોઇએ.' બરાક ઓબામાએ 30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં બેઠક માટે નરેન્દ્ર મોદીને અમેરિકા બોલાવ્યા છે.

ચીનમાં રોડ અકસ્માતમાં 38નાં મોત

ચીનમાં રોડ અકસ્માતમાં 38નાં મોત

ચીન: દક્ષિણ ચીનમાં આવેલા હુનાન પ્રાંતમાં એક રોડ અકસ્માતમાં હાઈવે પર એક વાન અને બસ સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. જ્યારે 38 લોકોનાં મોત નીપજ્યાં હતાં. અકસ્માતનો ભોગ બનનાર બસમાં 53 મુસાફરો સવાર હતા જ્યારે સામેથી આવી રહેલી વાનમાં દારૂ ભરેલો હતો.

ટક્કર બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી અને પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ દુર્ઘટનામાં આસપાસના પાંચ વાહનો પણ બળીને ખાખ થઈ ગયા હતાં. વાન અને બસના ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

ભારતીય મૂળના અમેરિકી સીઇઓ લાંચ કેસમાં ઝડપાયા

ભારતીય મૂળના અમેરિકી સીઇઓ લાંચ કેસમાં ઝડપાયા

ન્યૂયોર્ક: ભારતીય-અમેરિકી સીઇઓને લાંચ આપવાના દોષી ગણવામાં આવ્યા છે. શેર બજારમાં સૂચીબદ્ધ બે કંપનીઓના સીઇઓ 48 વર્ષીય શૈલેષ શાહને કંપનીઓના શેર બેચવા માટે લાંચ આપવાના દોષી ગણવામાં આવ્યા છે. તેમણે પોતાની કંપનીના શેર ખરીદવા માટે લાલચ આપી. શૈલેષ શાહે અમેરિકી ડિસ્ટ્રીક જજ રિચર્ડ સ્ટર્નની કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો છે.

એફબીઆઇના નિવેદન અનુસાર, શૈલેષ શાહને ઓક્ટોમ્બરમાં સજા સંભળાવવામાં આવે અને તેમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી શકે છે. આ સાથે જ શૈલેષ શાહને 250,000 ડોલરનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે.

વૈશ્વિક પ્રયત્નો છતાં ગાજા પર બોમ્બમારી ચાલુ, મૃતકો સંખ્યા 620 થઇ

વૈશ્વિક પ્રયત્નો છતાં ગાજા પર બોમ્બમારી ચાલુ, મૃતકો સંખ્યા 620 થઇ

ગાજા: ઇઝરાયેલના હમાસ શાસિત ગાજામાં આજે ઘણી મસ્જિદો, એક હોસ્પિટલ અને એક સ્ટેડિયમ પર બોમ્બબારી કરી જ્યારે 15 દિવસથી ચાલી રહેલા સંઘર્ષને ખતમ કરવા માટે સંઘર્ષવિરામને લઇને આંતરરાષ્ટ્રીય પ્રયત્નો તેજ કરવામાં આવ્યા છે. આ સંઘર્ષમાં મૃત પામેલા ફલસ્તીનિયોની સંખ્યા વધીને 620 થઇ ગઇ છે જ્યારે 29 ઇઝરાયલી પણ મૃત્યું પામ્યા છે.

English summary
A New York-based Sikh rights group, which had earlier campaigned against Congress leaders Sonia Gandhi and Manmohan Singh, has launched an online petition campaign urging President Barack Obama to cancel invitation to Prime Minister Narendra Modi for the 2002 communal riots in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more