• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

US રાષ્ટ્રપતિ ચૂંટણી : ઓબામા બીજી વાર ચૂંટાયા

By Kumar Dushyant
|
barack-obama-romney
વોશિંગ્ટન, 7 નવેમ્બર: અપડેટ 12 pm

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બરાક ઓબામાએ 303 મતો મેળવ્યા છે. આ સામે મિટ રોમની માત્ર 203 મતો મેળવી શક્યા છે. પ્રેસિડેન્ટ બનવા માટે જરૂરી 270નો જાદુઇ આંક ઓબામાએ ખૂબ ઝડપથી મેળવી લીધો હતો. આમ, અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ઓબામા ફરી ચૂંટાઇ આવ્યા છે. બરાક ઓબામાની જીતનો જશ્ન તેમના સમર્થકોએ મનાવવાનો શરૂ કરી દીધો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન ગણતરી શરૂ થઇ ગઇ છે. સમાચાર લખાઇ રહ્યાં છે ત્યાંથી આવેલા પરિણામોના આધારે બરાક ઓબામા અને મિટ રોમની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે. બરાક ઓબામા અત્યાર સુધી ઇલેક્ટોરલ મત મળ્યા હોવાનું અનુમાન છે. તો રિપ્બ્લિકન ઉમેદવાર મિટ રોમનીને અત્યાર સુધી 155 ઇલેક્ટોરલ મત મળ્યા હોવાનું અનુમાન છે. આ પ્રવાહને જોતાં બરાક ઓબામા હજુ સુધી સરેરાશ જાળવી રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બનવા માટે 270 ઇલેક્ટોરલ વોટ જરૂરી છે.

મળતી માહિતી મુજબ ઓબામાએ ડેલાવેયર, મિશીગન, ઇલેનોએસમાં જીત મેળવી લીધી છે, તો રોમનીએ ઓક્લાહામામાં જીત મેળવી છે.

આ અગાઉ, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ન્યૂ હૈમ્પશાયર રાજ્યના ડિક્સવિલે નોચમાં થયેલા મતદાનમાં બરાબરી મેળવી છે. ડેમોક્રેટ ઉમેદવાર બરાક ઓબામા અને તેમના રિપબ્લિકન પ્રતિદ્રંદ્રી મિટ રોમનીને એકસરખા મોટ મળ્યા છે.

'સીએનએન'ના અનુસાર ન્યૂ હૈમ્પશાયર રાજ્યના પૂર્વોત્તર છેડા પર આવેલા ડિક્સવિલે નોચ વિસ્તારમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મધરાત્રે મતદાન થયું, જેમાં બરાક ઓબામા અને મિટ રોમની બંનેને પાંચ-પાંચ વોટ મળ્યા છે. વર્ષ 1960થી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાનના દિવસે મધ્યરાત્રીએ વોટીંગ કરવામાં આવે છે. ક્લર્ક ડિક ઇરવિનના પરિણામોને અનપેક્ષિત દર્શાવ્યા છે. આ નાનકડા કસ્બામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને લોકોનું વલણ પ્રથમ વખત સામે આવ્યું છે. જેથી રાષ્ટ્રીય મિડીયામાં ચર્ચામાં છે. ડિક્સવિલે નોચમાં જ્યારથી પ્રથમ મતદાનની પરંપરા શરૂ થઇ ત્યારથી અહીં 100 ટકા મતદાન થાય છે.

ન્યૂ હૈમ્પશાયરના મતદાન કાયદાના અનુસાર જો બધા મતદારો પોતાનો વોટ આપે છે તો મતદાન કેન્દ્રને બંધ કરવામાં આવી શકે છે. અહીં 10 માન્ય મતદારો દ્રારા વોટીંગ કર્યા બાદ મધરાત્રિથી મત ગણતરી શરૂ થઇ ગઇ. ન્યૂ હૈમ્પશાયરના એક અન્ય નાના શહેર હૈર્ટસ લોકેશનમાં પણ વર્ષ 1940 બાદ મધરાત્રિમાં મતદાન ગણતરીની પ્રક્રિયા શરૂ કરી હતી. જ્યાં બરાક ઓબામાને 23 અને મિટ રોમની નવ મત મળ્યાં હતા.

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહેલા પર્પલ સ્ટેટસ એટલે કે 'જંગી રાજ્યો'માં લગભગ ત્રણ ચર્તુથાંશ ભારતીય અમેરિકનોએ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પક્ષમાં મતદાન કર્યું છે. સેન ફ્રાંસિન્સ્કો સ્થિત અપ્રેલ મિડીયા દ્રારા કરવવામાં આવેલા એક સેમ્પલ સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે ઓહાયો, ક્લોરિડો, વિસ્કોસિન, ફ્લોરિડા તથા વર્જીનિયામાં 75 ટકા ભારતીય અમેરિકનોએ બરાક ઓબામાને મત આપ્યો છે. પરંતુ પેન્સિલવેનિયામાં ભારતીય અમેરિકન સમુદાયએ રિપબ્લિકન ઉમેદવાર મિટ રોમનીના પક્ષમાં મત નાખ્યો છે.

English summary
Barack Obama appeared on course for a second straight tenure in the White House after he won important swing states Michigan and Pennsylvania, among others and was ahead in Ohio.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more