લંડનની અદાલતે સાતમી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી
લંડન ભાગોડૂ હીરા કારોબારી નીરવ મોદીની જામીન અરજીને બ્રિટેનની અદાલતે ફરી એકવાર ફગાવી દીધી છે. બ્રિટેનની અદાલતે અત્યાર સુધીમાં કુલ સાત વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે. પંજાબ નેશનલ બેંકના 14 હજાર કરોડ રૂપિયાથી વધુના કૌભાંડના આરોપી નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરવામાં આવી હતી. ભારત સરકાર બ્રિટેન સમક્ષ નીરવ મોદીના પ્રત્યાર્પણની કોશિશ કરી રહી છે.
ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ ભારતીય અધિકારીઓએ જજ સમક્ષ નીરવ મોદીના પાછલા વ્યવહાર પર વાંધો નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે જજે સૂચન કર્યું કે નીરવ મોદીને જામીન આપવી એક જોખમ હશે. નીરવ મોદી હાલ દક્ષિણ પશ્ચિમ લંડનની જેલમાં બંધ છે. આ મામલો ભારતની બે તપાસ એજન્સીઓ કેન્દ્રીય તપાસ બ્યૂરો અને સતર્કતા નિદેશાલયે દાખલ કર્યો હતો.
અમેરિકાના વિદેશ મંત્રી પોમ્પિયો અને સંરક્ષણ મંત્રી આજે ભારત પ્રવાસ પર
આ મહિનાની શરૂઆતમાં બ્રિટેનની અદાલતે ચાલી રહેલ પ્રત્યર્પણની સુનાવણીને 3 નવેમ્બર સુધી વધારી દીધી હતી. પાછલા મહિને નીરવ મોદીના કાનૂની વકીલે કોર્ટને જણાવ્યું કે મામલાના રાજનીતિકરણ થવાના કારણે નીરવ મોદીની ભારતમાં નિષ્પક્ષ સુનાવણઈ થવાની સંભાવના નથી અને તેઓ ભારતીય જેલોમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓની કમીને કારણે આત્મહત્યાના હાઈ રિસ્કનો સામનો કરી શકે છે.