18 વર્ષની સફા છે બ્રિટનની સૌથી નાની વયની ISIS આતંકી
મંગળવારે બ્રિટનની 18 વર્ષની એક છોકરી ISIS ની સૌથી નાની વયની આતંકી સાબિત થઈ છે અને તેને લંડન મ્યુઝિય પર હુમલો કરવાના ષડયંત્રની દોષિત માનવામાં આવી છે. આ છોકરીનું નામ સફા બાઉલર છે અને તે સીરિયા જઈને ISIS આતંકીઓ સાથે મળીને લંડનમાં આતંકી હુમલાનું ષડયંત્ર રચવાની દોષિત છે. સફાનો ફિયાન્સ પણ ISIS નો આતંકી હતો અને તેના મોત બાદ તે સીરિયા પહોંચી હતી.
16 વર્ષની ઉંમરમાં બની કટ્ટરપંથી
લંડનની ઓલ્ડ બેલી કોર્ટની જ્યુરીએ તેને બે અપરાધોમાં દોષિત માની છે. બીબીસી તરફથી મળેલ જાણકારી મુજબ તેના પર આતંકવાદ માટે આ પહેલા પણ સીરિયા જવાની કોશિશ કરવાનો આરોપ સાચો સાબિત થયો છે. તેની 22 વર્ષની બહેન રિજાલેને લંડનમાં એક નાઈફ એટેકને અંજામ આપવાની વાત માની છે અને 44 વર્ષીય મા મીના ડિચ પર સફાની મદદ કરવાનો આરોપ સાબિત થયો છે. સફાને છ સપ્તાહમાં સજા સંભળાવવામાં આવશે. તેની ઉંમર 17 વર્ષની હતી જ્યારે તેણે બ્રિટિશ મ્યુઝિયમ પર બંદૂક અને ગ્રેનેડથી હુમલાનું ષડયંત્ર રચ્યુ હતુ. બંને બહેનો અને મા મીના પોતાના પ્લાનને એલિસ ઈન વંડરલેન્ડ એવા કોડ વર્ડ સાથે ડિસ્કસ કરતી હતી. 16 વર્ષની ઉંમરમાં સફા ઑનલાઈન કન્ટેન્ટથી પ્રભાવિત થઈને કટ્ટરપંથી તરફ વળી ગઈ હતી. એ કન્ટેન્ટ નવેમ્બર 2015 માં પેરિસમાં થયેલા આતંકી હુમલા સાથે જોડાયેલ હતો. ત્યારબાદ તે ISIS આતંકી નાવિદ હુસેનને ઈન્સ્ટાગ્રામ પર મળી અને ત્રણ મહિના સુધી તેની સાથે ચેટિંગ કરતી રહી. ઑનલાઈન લગ્ન થયા અને તે સાથે જ તેણે નાવિદને પોતાના પ્રેમનો ઈકરાર કર્યો.
27 એપ્રિલે થવાનો હતો હુમલો
સફા સીરિયા જઈને નાવિદ સાથે જોડાવા ઈચ્છતી હતી પરંતુ બ્રિટિશ સિક્યોરિટી સર્વિસના કારણે આવુ ના થઈ શક્યુ કારણકે તેનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો હતો. સફાએ પોલિસને નાવિદ વિશે જણાવ્યુ હતુ. 4 એપ્રિલ 2017 ના રોજ સિક્યોરિટી સર્વિસના ઑફિસરે પોતાને ISIS નો કમાન્ડર ગણાવ્યો હતો. તેણે સફાને જાણકારી આપી કે એક ડ્રોન એટેકમાં નાવિદનું મોત થઈ ગયુ છે. સફાએ ઑફિસર્સને જણાવ્યુ કે આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યા છે અને 12 એપ્રિલના રોજ તેને સીરિયામાં આતંકી હુમલાની તૈયારી કરવાની દોષિત માનવામાં આવી. ધરપકડ કરાયા બાદ પણ સફા પોતાની બહેન અને મા સાથે એલિસ ઈન વંડરલેન્ડ પર આધારિત ટી પાર્ટી વિશે વાત કરતી હતી. આ વાસ્તવમાં હુમલાનો એક કોડવર્ડ હતો. 27 એપ્રિલ હુમલાની તારીખ નક્કી થઈ હતી અને આ બંનેને એક બીજા મિત્ર સાથે પકડી લેવામાં આવ્યા.