મહાત્મા ગાંધીના પ્રપૌત્રનુ કોરોના વાયરસથી નિધન, દક્ષિણ આફ્રિકામાં લીધા અંતિમ શ્વાસ
જોહાનિસબર્ગઃ મહાત્મા ગાંધીના દક્ષિણ આફ્રિકી પૌત્ર સતીશ ધુપેલિયાનુ કોરોના વાયરસથી જોહાનિસબર્ગમાં નિધન થઈ ગયુ છે. તેમણે રવિવારે અંતિમ શ્વાસ લીધા. પરિવારના એક સભ્યએ માહિતી આપી કે ધુપેલિયાનુ ત્રણ દિવસ પહલા 66મો જન્મદિવસ હતો. ધુપેલિયાના બહેન ઉમા ધુપેલિયા મેસથ્રીને કોરોના વાયરસથી પોતાના ભાઈના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે સતીશ ધુપેલિયાનો છેલ્લા એક મહિનાથી હોસ્પિટલમાં ન્યૂમોનિયાનો ઈલાજ ચાલી રહ્યો હતો. આ દરમિયાન તે કોરોનાની ચપેટમાં આવી ગયા હતા.
ઉમાએ સોશિયલ મીડિયા પર જણાવ્યુ, 'મારા ભાઈનુ ન્યુમોનિયા થયા બાદ એક મહિના બાદ બિમારીના કારણે નિધન થઈ ગયુ છે. તે હોસ્પિટલમાં ઈલાજ દરમિયાન સુપરબગના સંપર્કમાં આવ્યા અને પછી તેમને કોવિડ-19 થઈ ગયો. તેમને સાંજના સમયે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો.' ઉમા ઉપરાંત સતીશ ધુપેલિયાની બીજી એક બહેન છે જેમનુ નામ કીર્તિ મેનન છે તે પણ જોહાનિસબર્ગમાં રહે છે. અહીં તે મહાત્મા ગાંધીની સ્મૃતિને સમ્માનિત કરનાર વિવિધ પરિયોજનાઓમાં સક્રિય છે. આ ત્રણે ભાઈ-બહેન મણિલાલ ગાંધીના વંશજ છે જેમને મહાત્મા ગાંધીએ બે દશક વીતાવ્યા બાદ ભારત પાછા આવવા સમયે પોતાનુ કામ ચાલુ રાખવા માટે દક્ષિણ આફ્રિકામાં છોડી દીધા હતા.
ધુપેલિયાની વાત કરીએ તો તે મીડિયામાં વધુ સક્રિય રહ્યા છે. તેમણે વીડિયોગ્રાફર અને ફોટોગ્રાફર તરીકે કામ કર્યુ છે. તે ડરબન પાસે ફીનિક્સ સેટલમેન્ટમાં મહાત્મા દ્વારા શરૂ કરવામાં આવેલ કામને ચાલુ રાખવા માટે ગાંધી વિકાસ ટ્રસ્ટની મદદ કરવા માટે ખૂબ સક્રિય રહ્યા. તે બધા સમાજોમાં જરૂરિયાતમંદોની મદદ માટે જાણીતા હતા અને ઘણા સામાજિક કલ્યાણ સંગઠનમાં સક્રિય હતા. તેમના નિધન બાદથી પરિવારના સભ્ય અને દોસ્તો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
મુંબઈમાં સાર્વજનિક શૌચાલય ધરાશાયી, કાટમાળ નીચે દબાઈ મહિલા