બહાદુર મલાલાને આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કાર
હેગ, 29 ઓગષ્ટ: છોકરીના શિક્ષણ માટે અવાજ ઉઠાવનાર 16 વર્ષીય મલાલા યૂસૂફજઇને 2013ના આંતરરાષ્ટ્રીય બાળ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. જેની જાહેરાત નેધરલેંડના સંગઠન કિડ્સ રાઇટ્સે કરી છે. મલાલાને આ પુરસ્કાર 2011 નોબલ શાંતિ પુરસ્કાર કરનાર મહિલા અધિકાર કાર્યકર્તા તવાકુલ રહમાન આગામી 6 સપ્ટેમ્બરના રોજ પ્રદાન કરવામાં આવશે. સંગઠન અનુસાર મલાલાને છોકરીઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો અને આજે આખી દુનિયામાં આ કાર્ય માટે એક ઓળખ બની ચુકી છે. આ સંગઠન બહાદુર અને પ્રતિભાવન બાળકોને સન્માનિત કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોકરીના શિક્ષણનું સમર્થન કરવાના કારણે જ મલાલા પર પાકિસ્તાનના તાલિબાનીઓએ હુમલો કરી દિધો છે. ત્યારબાદ ગંભીર રીતે ધાયલ મલાલાને બ્રિટન લઇ જવામાં આવી હતી, જ્યાં તેની લાંબા સમય સુધી સારવાર ચાલી હતી અને આજે તે સ્વસ્થ છે. મલાલાને થોડા દિવસો પહેલાં સંયુક્ત રાષ્ટ્રમાં નોબલ પુરસ્કારના પ્રતિભાગી તરીકે ભાષણ આપ્યું હતું.
મલાલાના બહાદુરી ભર્યા કામ માટે સંયુક્ત રાષ્ટ્રના રોજ 12 જુલાઇના રોજ આખા વિશ્વમાં 'મલાલા દિવસ' ઉજવવાની જાહેરાત કરી છે. જો કે તેમછતાં પાકિસ્તાનમાં હજુ પણ કેટલાક સંગઠનો વિરોધ કરે છે તો કેટલાક લોકો મલાલાને સન્માનિત થવું રાષ્ટ્ર અને છોકરીઓના શિક્ષણ માટે મહત્વપૂર્ણ માને છે.