• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકિસ્તાનની કોર્ટમાં પરવેજ મુશર્રફ પર ફેકાયું જૂતું!

|

કરાચી, 29 માર્ચ: કરાચીની સિંધ હાઇકોર્ટમાં આજે સુનવણી દરમિયાન હાજરી આપવા આવેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિટાયર્ડ જનરલ પરવેજ મુશર્રફ પર કોઇ અજાણ્યા વ્યક્તિએ ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં હુઆપોહ મચી જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુશર્રફ હાઇકોર્ટમાં પોતાના જામીન માટે એક્ટેંશન અરજી કરવા માટે આવ્યા હતા.

છેલ્લા પાંચ વર્ષ બાદ દેશવટો ભોગવીને વિવાદો અને ધમકીઓની વચ્ચે સ્વદેશ પરત ફરેલા ભૂતપૂર્વ લશ્કરી શાસક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ શુક્રવારે કરાચીમાં આવેલી સિંધ હાઇકોર્ટમાં પેશી માટે હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન કોર્ટ પરિસરમાં ભારે ભીડ હતી, આ ઘટના દરમિયાન પરિસરમાં મીડિયાની પણ ઉપસ્થિતિ હતી.

જ્યારે મુશર્રફ કોર્ટમાં હાજરી આપવા જઇ રહ્યા હતા, દરમિયાનમાં કોઇ અજાણ્યા શખ્શે તેમના તરફ ચપ્પલ ફેંક્યું હતું. જોકે મુશર્રફ દૂર હોવાના કારણે તેમને પર વાગ્યું ન્હોતું. પોલીસે આ વ્યક્તિની તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાર્યવાહી કરી રહી છે. માનવામાં આવે છે કે આ વ્યક્તિ તેમનો વિરોધી હોય શકે અને તેણે આ રીતે મુશર્રફ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

English summary
Man attackes Pervez Musharraf with shoe in sindh high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X