For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

એનાકોંડાના પેટમાં જશે આ શખ્સ, ટીવી પર થશે ટેલીકાસ્ટ

Google Oneindia Gujarati News

ન્યૂજર્સી, 6 નવેમ્બર: અમેરિકાના ન્યૂજર્સી શહેરના રહેનારા 26 વર્ષીય ફિલ્મમેકર પોલ રોસોલી, ટીવી પર એક એવો કાર્યક્રમ આપવા જઇ રહ્યા છે જે અંગે વિચારીને જ આપના રૂવાટા ઊભા થઇ જશે.

દુનિયાનો સૌથી લાંબો સાપ એનાકોંડા, જેને સામે જોઇને જ આપના હોશ ઊડી જાય છે, રોસોલી આ સાપના પેટમાં જવાની તૈયારી કરી રહ્યા છે. 30 ફૂટ લાંબા આ એનાકોંડાના પેટમાં રોસોલી જ્યારે જશે તો ડિસ્કવરી ચેનલ પર તેની ટેલીકાસ્ટ કરવામાં આવશે.

anaconda
7 ડિસેમ્બરના રોજ ડિસ્કવરી પર ટેલીકાસ્ટ થશે શો
રોસોલીએ પોતાના આ સ્ટંટ માટે એક ખાસ સ્નેક-પ્રૂફ સૂટ પણ તૈયાર કરાવ્યું છે જેથી ડિસ્કવરી ચેનલના એક સ્પેશિયલ શો માટે એનાકોંડા તેમને ગળી જશે પરંતુ તેમને કંઇ નહીં થાય.

જુઓ વીડિયો...

જોકે ડિસ્કવરી ચેનલનો આ શો 7 અને 8 ડિસેમ્બરના રોજ ટેલીકાસ્ટ થશે પરંતુ શો અત્યારથી જ ચર્ચામાં છે.

લોકોને ડરાવવા માટે તમામ વાતો

રોસોલી જેમને માત્ર 18 વર્ષની ઉંમરમાં દુનિયાના ખતરનાક જંગલોમાના એક એમેઝોનમાં પોતાની ફિલ્મ શૂટ કરી હતી, દાવો કરે છે કે બાળપણથી લઇને આજ સુધી તેમણે સાપને લઇને ભયાનક વાર્તાઓ સાંભળી છે જે ખોટી છે.

રોસોલીએ જણાવ્યું કે બાળપણમાં તેમણે જણાવ્યું હતું કે જંગલમાં થનારા વરસાદ ખૂબ જ ખતરનાક હોય છે. જ્યારે એવું કંઇ નથી. રેસોલીએ એ પણ જણાવ્યું કે લોકો કહે છે કે એનાકોંડા જીવતા વ્યક્તિને પણ ગળી જાય છે.

આ વાતો માત્ર સાપોને લઇને લોકોના મનમાં ડર પેદા કરવા માટે કરવામાં આવે છે.

WHy on earth would anyone be #eatenalive by an #anaconda??? Find out here: http://t.co/QvxZO2dS3V
— Paul Rosolie (@PaulRosolie) November 4, 2014

જોકે રોસોલીના આ સ્ટંટને લઇને વિવાદ પણ શરૂ થઇ ગયો છે. જાનવરોની રક્ષા અને તેમના અધિકારો માટે લડતા સંગઠનોનું કહેવું છે કે રોસોલી આ પ્રકારે માત્ર જાનવરોનું શોષણ કરી રહ્યા છે.

English summary
Man used snake proof suit to record a show for discovery.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X