Video: પાણીની અંદર ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો, ડૂબી જતાં મોત
નવી દિલ્હીઃ કહેવાય છેને કે પ્રેમ અંધરો હોય છે, અને ક્યારેક લોકો અલગ રીતે પ્રેમનો ઈજહાર કરવામાં એવી બેવકૂફી ભર્યું પગલું ભરી લે છે જે ખુદની જિંદગીની અંતિમ ભૂલ બની જાય ચે. આવું જ કંઈક અમેરિકાના લુઈસિયાનામાં રહેતા એક શખ્સ સાથે થયું, આ શખ્સ જ્યારે પાણીમાં જઈ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી રહ્યો હતો ત્યારે જ તેનો શ્વાસ અટકી ગયો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

પ્રપોઝ કરતો વીડિયો સામે આવ્યો
જાણકારી મુજબ લુઈસિયાનાના સ્ટીવન વીબર પોતાની ગર્લફ્રેન્ડના એન્ટોઈની સાથે રજા મનાવવા તંજાનિયા ગયો હતો. જ્યાં તેનો એન્ટોઈનીને લગ્ન માટે પ્રપોઝ કરવાનો પ્રોગ્રામ હતો. તેણે તેને પ્રપોઝ કરી પણ દધો પરંતુ આ દરમિયાન ખુદ જીવ ગુમાવી બેઠો. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં વીબર ઉંડા પાણીમાં ગોથાલિયાં લગાવતો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં જિપલૉક બેગ છે, જેની અંતર હાથથી લખેલ એક પત્ર દેખાય છે, જેમાં તે એન્ટોઈનીને લગ્ન માટે પ્રપોઝ કરે છે. પછી તે બૉક્સમાંથી એક રિંગ પણ કાઢે છે, પરંતુ પાણીમાં જ તેના શ્વાસ અટકી જાય છે.

ગર્લફ્રેન્ડે જાણકારી આપી
આ દુઃખદ ઘટના વિશે એન્ટોઈનીએ ફેસબુક પર પોસ્ટ લખીને જાણકારી આપી. એન્ટોઈનીએ લખ્યું, સ્ટીવન વીબર જેવા શખ્સને શ્રદ્ધાંજલિ આપવા માટે શબ્દો નથી. તે મારી જિંદગીમાં ખુશીઓ લઈને આવ્યો હતો. વીબર એ ઉંડાણમાંથી ક્યારેય પરત ન આવી શકે, હું એને કહેવા માંગું છું કે, હા, હું તારી જોડે લગ્ન કરીશ.
પોસ્ટ વાયરલ થઈ રહી
એન્ટોઈનીની ફેસબુક પોસ્ટ ભારે વાયરલ થઈ રહી છે. અમેરિકનોની સાથે જ દુનિયાભરના લોકો તેની સાથે સંવેદના જતાવી રહ્યા છે. જેવી રીતે કપલ સાથે થયું તનાથી લોકો અફસોસ વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો આવી રીતે જીવ જોખમમાં મૂકવાને પ્રેમ નહિ બલકે બેવકૂફી ગણાવી રહ્યા છે.
રાજસ્થાનમાં જન્મ્યું 4 હાથ વાળું બાળક, વિચિત્ર બાળકને જોવા લોકોની ભીડ ઉમટી