28 વર્ષ જૂનુ વચન નિભાવવા લૉટરીના 164 કરોડ વહેંચ્યા દોસ્ત સાથે
તમે ઘણી વાર સાંભળ્યુ હશે કે માત્ર 100 કે હજાર રૂપિયાના કારણે એક વ્યક્તિએ બીજાનો જીવ લઈ લીધો. એવા સમયમાં જ્યાં માત્ર આટલી નાની રકમ માટે લોકોમાં લડાઈ થઈ જાય છે ત્યાં અમેરિકાના એક વ્યક્તિએ પોતાનુ 28 વર્ષનુ વચન નિભાવવા માટે દોસ્ત સાથે 164 કરોડ રૂપિયા વહેંચ્યા. દોસ્તીનુ નવુ ઉદાહરણ રજૂ કરનાર આ મામલો અમેરિકાથી સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ 164 કરોડ રૂપિયાની લૉટરી જીતી પરંતુ તે બાદ વ્યક્તિએ જે કર્યુ તેનો ભરોસો દુનિયા માટે ઉદાહરણ બની ગયુ.

લૉટરી જીત્યા બાદ દોસ્ત સાથે વહેંચ્યા પૈસા
વાસ્તવમાં અમેરિકાના પશ્ચિમી વિસ્કૉન્સિન રાજ્યમાં રહેતા બે દોસ્ત ટૉમ કુક અને જોસેફ ફેનીની કહાની હવે દુનિયાભરમાં વાયરલ થઈ રહી છે. લગભગ 3 દશક પહેલા કરાયેલ એકબીજાના વચનના કારણે તેણે આખી દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી લીધી છે. તમને જણાવી દઈએ કે ટૉમ કુક અને જોસેફ ફેનીએ વર્ષ 1992માં એકબીજાને વચન આપ્યુ હતુ કે જો તે ભવિષ્યમાં કોઈ લૉટરી જીતશે તો તેને સરખે ભાગે વહેંચશે. તેમણે પોતાના વચન પર કાયમ રહીને હવે 164 કરોડ રૂપિયાની લૉટરી પરસ્પર વહેંચી દીધી છે.

ત્રણ દશક પહેલા આપ્યુ હતુ વચન
લગભગ ત્રણ દશક પહેલા આપેલા વચન બાદ ગયા મહિના મેનોમોનીના સિનર્જી કૉપમાં 22 મિલિયન ડૉલર (164 કરોડ રૂપિયા)ની લૉટરીની એક ટિકિટ ખરીદી જેને જીતી પણ ખરી. જ્યારે લૉટરી જીતવાની ખુશખબરી આપવા માટે કુકે પોતાના દોસ્તને બોલાવ્યો તો ફેનીને વિશ્વાસ ન આવ્યો. લૉટરી જીતનાર કુકે કહ્યુ, રિટાયર થવાની આનાથી સારી રીત કોઈ નથી. જેકપૉટ જીત્યા બાદ કુકે આવુ જ કર્યુ અને તેણે પોતાની જૉબથી રિટાયરમેન્ટ લઈ લીધી.

292 મિલિયનમાં 1 વાર લૉટરી જીતવાની સંભાવના
કુકના દોસ્ત ફેની પહેલા જ પોતાની નોકરીમાંથી રિટાયર થઈ ચૂક્યા હતા. કુકે કહ્યુ, આ પૈસાથી આપણે આપણી આરામની વસ્તુઓ ખરીદીશુ અને ક્યાંક ફરવા જઈશુ. લૉટરી જીત્યા બાદ ટૉમ કુક અને જોસેફ ફેની બહુ ખુશ છે. લૉટરી જીતવાથી વધુ ખુશી તેમને પોતાનુ વચન પૂરુ કરવાની છે. કુકે જેકપૉટની રકમને કેશમાં લેવાનો વિકલ્પ પસંદ કર્યા બાદ ટેક્સ કપાવા પર બંનેના ભાગે 5.7 મિલિયન ડૉલર રૂપિયા આવ્યા. તમને જણાવી દઈએ કે પાવરબૉલ જેકપૉટ જીતવાની સંભાવના લગભગ 292 મિલિયનમાં 1 હોય છે.
સુશાંત સિંહ રાજપૂતના મોતથી દુઃખી 13 વર્ષની છાત્રાએ કરી આત્મહત્યા