• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વોટિંગ કરવા ગયા'તા ઓબામા, યુવતીની માંગી લીધી પપ્પી!

|

શિકાગો, 22 ઓક્ટોબર: સોમવારે શિકાગોમાં અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે લાઇનમાં ઊભેલી એક મહિલાને ત્યારે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું જ્યારે તેના બોયફ્રેન્ડે ઓબામાને કહ્યું -'મિસ્ટર પ્રેસિડેન્ડ, પ્લીઝ મારી ગર્લફ્રેન્ડને અડતા નહીં.'

ઓબામાએ સોમવારે શિકાગોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સીએનએનની ખબર અનુસાર તેમની પાછળ એયા કૂપર ઊભી હતી, અને સાથે તેનો બોયફ્રેન્ડ માઇક પણ લાઇનમાં ઊભો હતો. જોન્સે ઓબામાને મજાક કરવાની કોશિશમાં આવું કહ્યું હતું. આના જવાબમાં ઓબામાએ કહ્યું-'હકિકતમાં, હું આવું કંઇ વિચારી પણ ન્હોતો રહ્યો.'

કૂપરે સીએનએનને કહ્યું કે હું તો અંચબામાં પડી ગઇ હતી, મને તો કંપારી છૂટી રહી હતી અને ત્યાંથી ભાગી જવા માંગતી હતી. કૂપરે પોતાના બોયફ્રેંડની હરકત માટે માફી માંગી. તેમણે જણાવ્યું કે 'મને ખબર હતી કે તે વધારે સમજદાર બનવાની કોશિશ કરશે, પરંતુ મને ન્હોતી ખબર કે તે શું કહેશે.'

જોકે, રાષ્ટ્રપતિ ઓબામાએ આ વાતને હળવાશમાં લીધી. કૂપર અનુસાર તેમણે જણાવ્યું કે હવે તમારી પાસે તમારા મિત્રોને સંભળાવવાનો એક કિસ્સો છે, તું કહેજે કે જુઓ માઇક કેટલો મોટો મૂર્ખ છે.

મતદાન કર્યા બાદ ઓબામાએ કૂપરને હગ કર્યું અને માઇકને ખીજવતા કહ્યું-'માઇક, બસ એક કિસ...ગાલ પર. સાચે જ, બસ ગાલ પર...'

English summary
Man Tells Obama while voting: Don't Touch My Girlfriend.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X