ન્યુયોર્કમાં મનમોહન શરીફ વચ્ચે થશે દ્વિપક્ષીય ચર્ચા

ગત ત્રણ માસથી પાકિસ્તાની સેના દ્વારા LOC પર અનેક વાર યુદ્ધ વિરામનો ભંગ કરાયો છે. જેને પગલે ભારત પાકિસ્તાનના સંબંધોમાં ભારે તણાવ છે, ત્યારે આ ઘટનાઓ બાદ પહેલી વાર વડાપ્રધાન અને નવાઝ શરીફ વચ્ચે બેઠક થશે. વડાપ્રધાન સિંહ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે પણ મુલાકાત કરશે.
વૉશિંગ્ટનમાં વડાપ્રધાન 27 સપ્ટેમ્બરે ઓબામા સાથે મુલાકાત કરશે. આ દરમિયાન તેમની વચ્ચે ભારત-અમેરિકાના અસૈનિકી પરમાણુ કરાર ઉપરાંત સંરક્ષણ મુદ્દાઓ અંગે ચર્ચા થશે. જ્યારે મનમોહન સિંહ અને નવાઝ શરીફ વચ્ચે 29 સપ્ટેમ્બરે ચર્ચા થવાની શક્યતા છે.
આ મહત્વપૂર્ણ ચર્ચામાં ભારત પાકિસ્તાન સામે આતંકવાદ, સરહદ પર થઇ રહેલા ગોળીબાર વગેરે જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
