નવા વર્ષની ઉજવણી વચ્ચે ઇસ્તંબુલમાં નાઇટક્લબમાં હુમલો, 39 મોત, સાંતા બનીને આવ્યા
નવા વર્ષની ઉજવણી વચ્ચે ટર્કીથી હિંસાના સમાચાર છે. અહીંના જાણીતા શહેર ઇસ્તંબુલમાં એક નાઇટક્લબમાં હથિયારબંધ હુમલાવરે નવા વર્ષની ઉજવણી કરી રહેલ લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરી. ફાયરિંગમાં 39 લોકોના મોતની પુષ્ટિ થઇ ચૂકી છે જ્યારે લગભગ 50 લોકો ગંભીર રીતે ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે એક જ હુમલાખોરે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો. કેટલાક લોકોએ જણાવ્યુ કે તે અરબી ભાષામાં કંઇક કહી રહ્યો હતો.
ઘટના સ્થળે ઇમરજંસી સેવાઓ
એનટીવીના રિપોર્ટ અનુસાર ઇસ્તંબુલના બેસિક્તાસ વિસ્તારમાં સ્થિત રિએના નાઇટક્લબને હુમલાખોરોએ નિશાન બનાવી. ઘટનાની સૂચના મળતા જ પોલિસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ 39 લોકોના નીપજ્યા છે જ્યારે 50 લોકો આ ઘટનામાં ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક સમયાનુસાર ઘટના રાતે લગભગ 1.30 વાગે બની. હુમલાખોરોની સ્થિતિ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ જાણકારી મળી નથી.
પહેલેથી જ હતુ હાઇ એલર્ટ
સ્થાનિક મીડિયા અનુસાર ઇસ્તંબુલને આતંકી હુમલાને પગલે પહેલેથી જ હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યુ હતુ અને 17000 પોલિસકર્મીઓને સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે નાઇટ ક્લબમાં આશરે 700 લોકો હાજર હતા. હુમલાખોર પાસે એક લાંબી બંદૂક હતી. તેણે ક્લબમાં ઘૂસતા જ ફાયરિંગ શરુ કરી દીધી. અચાનક થયેલી ફાયરિંગને કારણે લોકોને કંઇ કરવાનો મોકો જ ના મળ્યો. નાઇટક્લબ એક નદીને કિનારે સ્થિત છે. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘણા લોકો જીવ બચાવવા માટે નદીમાં કૂદી ગયા હતા.