For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

#કેન્સાસ: ભારતીય એન્જિનિયરની હત્યાના વિરોધમાં નીકળી વિશાળ કૂચ

કેન્સાસ શહેરમાં રવિવારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 26 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં શ્રીનિવાસ કોચીભોટલાની અકારણ હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં લોકોએ કૂચ કરી હતી.

By Shachi
|
Google Oneindia Gujarati News

અમેરિકા ના કેન્સાસ શહેરમાં 26 ફેબ્રુઆરી, રવિવારના રોજ હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 26 ફેબ્રુઆરીના રોજ કેન્સાસમાં શ્રીનિવાસ કુચીભોટલાની અકારણ હત્યા કરવામાં આવી હતી. જેના વિરોધમાં લોકોએ કૂચ કરી હતી અને મૃત ભારતીય એન્જિનિયર માટે પ્રાર્થના કરી હતી.

srinivas kuchibhotla

ઉલ્લેખનીય છે કે, 22 ફેબ્રુઆરીના રોજ કેન્સાસના એક બારમાં 51 વર્ષીય નિવૃત્ત નેવી ઓફિસરે નશાની હાલતમાં જાતિવાદથી પ્રેરાઇને ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્યાં હાજર ભારતીય એન્જિનિયર શ્રીનિવાસ કુચિભોટલાનું મૃત્યુ થયું હતું, જ્યારો તેમના મિત્ર આલોક મદાસાની થોડી ઇજા સાથે બચી ગયા હતા.

અહીં વાંચો - ભારતીય એન્જિનિયરની પત્નીને જોઇએ ટ્રંપ સરકાર પાસેથી જવાબઅહીં વાંચો - ભારતીય એન્જિનિયરની પત્નીને જોઇએ ટ્રંપ સરકાર પાસેથી જવાબ

આ ભયાનક ઘટના બાદ એક સમુદાયના સભ્યો એક્તાના પ્રદર્શન માટે ભેગા થયા હતા અને જુદા-જુદા ધર્મના પાદરીઓએ પ્રાર્થના પણ કરી હતી. લોકોએ પોત-પાતોની રીતો મીણબત્તી કરીને, એક્તા અને શાંતિના પોસ્ટકાર્ડ દર્શાવીને શ્રીનિવાસ કુચિભોટલા માટે પ્રાર્થના કરી હતી.

candle march in Kensas

કેન્સાસ શહેરમાં કોન્ફરન્સ સેન્ટર, ઓથેલો ખાતે કૂચ કરી ત્યાં લોકોએ શ્રીનિવાસ માટે પ્રાર્થના કરી હતી. શ્રીનિવાસના મિત્ર આલોક મદાસની પણ આ કૂચમાં હાજર રહ્યા હતા. અહીં ત્રણ ધર્મના લોકોએ એક જ કેન્ડલ શેર કરી એક્તાનો સંદેશો આપ્યો હતો.

English summary
Hundreds March In Kansas After Indian Engineer's Senseless Murder.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X