For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માર્ગરેટ થેચરના અંતિમ સંસ્કાર આવતા સપ્તાહે કરાશે

|
Google Oneindia Gujarati News

margaret-thatcher
લંડન, 9 એપ્રિલ : બ્રિટનના એક માત્ર મહિલા પ્રધાનમંત્રી બનેલા માર્ગરેટ થેચરનું ગઇ કાલે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આવતા સપ્તાહે સેન્ટ પોલ કેથેડ્રલમાં કરવામાં આવશે. થેચરના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવશે.

આ અંગે ડાઉનિંગ સ્ટ્રીટના જણાવ્યા અનુસાર થેચરના અંતિમ સંસ્કારમાં થેચરના પરિવારના સભ્યો અને મિત્રો, વડાપ્રધાન ડેવિડ કેમરૂન, ઉપ વડાપ્રધાન નિક ક્લેગ સહિત વિવિધ ક્ષેત્રની હસ્તીઓ હાજર રહેશે. જો કે તેમના અંતિમસંસ્કાર કયા દિવસે કેટલા વાગે કરવામાં આવશે તે અંગે હજી સુધી કોઇ સત્તાવાર વિગતો પ્રાપ્ત થઇ શકી નથી. સરકાર થેચરના પરિવારની ઇચ્છા અનુસાર અંતિમ સંસ્કારની તૈયારી કરી રહી છે.

બ્રિટનની એક માત્ર મહિલા વડાપ્રધાન માર્ગરેટ થેચરને લોખંડી મહિલાનું બિરૂદ આપવામાં આવ્યું હતું. તેઓ 87 વર્ષના હતા. તેમણે મુક્ત બજાર આધારિત અર્થવ્યવસ્થાની હિમાયત કરી હતી. તેઓ તેમના નિર્ભિક અને નક્કર વિચારો માટે જાણીતા હતા.

થેચરના પરિવારમાં તેમના બે જોડિયા બાળકો કેરોલ અને માર્ક થેચર છે. તેમણે વર્ષ 1975માં પાર્ટીનું નેતૃત્વ સંભાળવા માટે પૂર્વ વડાપ્રધાન એડવર્ડ હીથને પડકાર ફેંક્યો હતો. જેમાં તેમની જીત થઇ હતી. તેમના નેતૃત્વમાં કન્ઝર્વેટિવ પાર્ટી વર્ષ 1979, 1983 અને 1987ની ચૂંટણીઓમાં સફળ રહી હતી.

તેમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ સૌથી લાંબો રહ્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર તેઓ પોતાના અંતિમ દિવસોમાં રિટ્ઝ હોટલમાં ચાલી ગઇ હતી. વર્ષ 1976માં તેમણે સોવિયત સંઘની નીતિઓની ટીકા કરતું ભાષણ આપ્યું હતું. જેના કારણે એક રશિયન અગ્રમી સમાચારપત્રએ તેમને લોકંહિલા તરીકે ઓળખાવી હતી. શીત યુદ્ધના સમયે તે તત્કાલિન અમેરિકન રાષ્ટપતિ રોનાલ્ડ રિગન માટે મહત્વની જોડીદાર સાબિત થયા હતા.

English summary
Margaret Thatcher's funeral next week.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X