For Quick Alerts
For Daily Alerts
મંગળ ગ્રહ પર દેખાઇ સ્ત્રી, જુઓ વીડિયોમાં
[વીડિયો] આપણે હંમેશાથી એ વાત જાણવા માટે ઉત્સાહિત રહ્યા છીએ કે શું ખરેખર મંગળગ્રહ પર જીવન છે, અથવા તો શું આ ગ્રહ પર કોઇ જીવન સંભવિત છે, શું ત્યાં પાણી છે ખરું? આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે દેશ-દુનિયાની અવકાસ સંસ્થાઓએ ત્યાં પોતાના રોબોર્ટ અને ઉપગ્રહો મોકલ્યા છે, જે મંગળ ગ્રહ પર બનતી પળપળની હિલચાલની માહિતી એકત્ર કરીને પૃથ્વી પર મોકલે છે.
હાલમાં નાસાને એક એવો વીડિયો પ્રાપ્ત થયો છે જેને જોઇને પહેલી નજરે સૌ વૈજ્ઞાનિકો ચોકીં ઊઠ્યા છે. આ વીડિયોને તેમણે જાહેર કર્યો છે, જેમાં મંગળ ગ્રહ પર કોઇ સ્ત્રી હોય તેવું દેખાઇ રહ્યું છે.
નાસાના ક્યુરિયોસિટી દ્વારા મંગળ ગ્રહની તાજી તસવીરમાં દેખાનાર પડછાયાને મહિલા હોય તેવું કહેવાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકોનું કહેવું છે કે આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે મંગળ પર જીવન છે, કારણ કે ઘણા બધા લોકો આ તસવીરમાં મહિલાને જોઇ શકે છે, પરંતુ નાસાએ તેની અધિકારીક રીતે કોઇ ખરાઇ કરી નથી.
એટલે આ પ્રશ્ન હજી પણ અકબંધ છે, જુઓ વીડિયો અને આપ પણ અનુમાન લગાવી શકો છો...