For Quick Alerts
For Daily Alerts
મૈડ્રિડમાં બોમ્બ બ્લાસ્ટ થયો, 2ના મોત અને 6 ઘાયલ
મૈડ્રિડમાં બોમ્બ વિસ્ફોટ થયો છે. સ્પેનિશ ન્યૂઝ મુજબ આ ધમાકામાં 6 લોકોઘાયલ થયા છે. જ્યાર મૈડ્રિડના મેયરે જાણકારી આપી કે આ ધમાકામાં 2 લોકોના મોત થયાં છે. સ્થાનિક પોલીસ મુજબ બ્લાસ્ટ બાદ આજુબાજીની બિલ્ડિંગમાં ભારે નુકસાન થયું છે.
પોલીસે જણાવ્યા મુજબ સેંટ્રલ મૈડ્રિડની એક બિલ્ડિંગમાં ભયંકર વિસ્ફોટ થયો છે, વિસ્ફોટને પગલે બિલ્ડિંગ તબાહ થઈ ગઈ છે અને ઈમારતમાંથી ધુમાડા નિકળવા લાગ્યા છે. જે બાદ બચાવકર્મીઓએ ઘટના સ્થળે પહોંચી લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા અને તેમને નર્સિંગ હોમ લઈ ગયા. અહેવાલ આ ઘટનામાં બે લોકો મૃત્યુ પામ્યા અને 6 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડેનનો કેટલો પગાર હશે અને બીજું શું- શું મળશે, જાણો