• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mayday, Mayday, Mayday: કરાંચી પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો ડરામણો મેસેજ

|
Google Oneindia Gujarati News

એક તરફ આખી દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે ત્યારે બીજી તરફ પડોશી દેશ પાકિસ્તાન અત્યારે એક મોટી વિમાન દૂર્ઘટનાનુ દુઃખ ઝેલી રહ્યુ છે. શુક્રવારે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ(પીઆઈએ)નુ વિમાન એરબસ 320 રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયુ. લાહોરથી કરાંચી આવી રહેલી ફ્લાઈટમાં લગભગ 100 લોકો સવાર હતા. આ દૂર્ઘટનામાં અત્યાર સુધી 82 શબ મળી આવ્યા છે. ફ્લાઈટના પાયલટનો ઑડિયો સામે આવ્યો છે અને તે ઘણો ડરામણો છે. આ પ્લેન એ વખતે ક્રેશ થયુ જ્યારે તે કરાંચીથી ઝીણા ઈન્ટરનેશનલ એરપોર્ટ લેંડિંગની કોશિશ કરી રહ્યુ હતુ.

અને ATCનો સંપર્ક તૂટી ગયો

અને ATCનો સંપર્ક તૂટી ગયો

ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ લાઈવએટીસી, વેટ તરફથી પીઆઈએની ક્રેશ થયેલ ફ્લાઈટ પીકે 8303નો ઑડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. પાયલટ અને એટીસી વચ્ચે જે વાતચીત થઈ તે આ પ્રકારે હતી -

પાયલટઃ પીકે 8303 અપ્રોચ

એટીસીઃ જી સર

પાયલટઃ અમારે જમણી બાજુ વળવાનુ છે?

એટીસીઃ કન્ફર્મ્ડ

પાયલટઃ અમે સીધા આવી રહ્યા છે, અમે બંને એન્જિન ગુમાવી દીધા છે.

એટીસીઃ કન્ફર્મ તમે બેલી લેંડિંગ કરવાના છો?

પાયલટઃ અનક્લીયર

એટીસીઃ રનવે 2 5 લેંડિંગ પર હાજર છે.

પાયલટઃ રોજર

પાયલટઃ સર મેડે, મેડે, મેડે,પાકિસ્તાન 8303

એટીસીઃ પાકિસ્તાન 8303, રોજર સર. બંને રનવે લેંડિંગ માટે ખાલી.


એટીસીના મેસેજ બાદ જ પાયલટનો સંપર્ક તેમની સાથે તૂટી ગયો અને પ્લેન થોડી મિનિટો બાદ ક્રેશ થઈ ગયુ.

શું હોય છે Maydayનો અર્થ

આ ઑડિયોમાં પાયલટને કહેતા સાંભળી શકાય છે કે, 'મેડે, મેડે,મેડે.' મેડે એક ઈમરજન્સી પ્રક્રિયા હોય છે અને રેડિયો કમ્યુનિકેશનમાં દુનિયાભરના પાયલટ કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં આનો ઉપયોગ કરે છે. આ શબ્દનો ઉપયોગ એ વખતે કરવામાં આવે છે જ્યારે કોઈ ઈમરજન્સીની સ્થિતિમાં પાયલટ કે પછી મેરિનર્સની જિંદગી પર ખતરો થઈ જાય છે. પરંતુ અમુક દેશોમાં સ્થાનિક સંગઠન જેવા કે ફાયર બ્રિગેડ, પોલિસ ફોર્સ અને વાહન વ્યવહાર સાથે જોડાયેલ સંગઠન પણ આનો ઉપયોગ કરે છે. ત્રણ વાર એક જ લાઈનમાં 'મેડે, મેડે, મેડે' ઈમરજન્સીની ઘોષણા કરવા માટે પાયલટ કહે છે. ત્રણ વારનો નિયમ એટલા માટે છે જેથી અવાજમાં આ શબ્દો બરાબર સાંભળી શકાય.

મોબાઈલ ટાવરને ટક્કર મારીને ક્રેશ

મોબાઈલ ટાવરને ટક્કર મારીને ક્રેશ

પાયલટે આ સાથે જ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી)ને માહિતી આપી કે વિમાનના બંને એન્જિન જઈ ચૂક્યા છે. એટીસી પાયલટને લેંડિંગ માટે ગાઈડ પણ કરી રહ્યા છે પરંતુ થોડી સેકન્ડ બાદ ફ્લાઈટ ક્રેશ થઈ જાય છે. ક્રેશ જોનાર પ્રત્યક્ષદર્શી શકીલ અહેમદે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યુ કે પ્લેને પહેલા એક મોબાઈલ ટાવરને ટક્કર મારી અને પછી અહીં ઘરો પર ક્રેશ થઈ ગયુ. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયુ ત્યાંથી એરપોર્ટ પર બસ એક કિલોમીટરના અંતરે જ હતુ. એરપોર્ટ પાસે મૉડલ કોલોની વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયુ અને ત્યાં કોળો ધૂમાડો ભરાઈ ગયો હતો.

કેટલા ઘાયલ થયા કોઈને ખબર નથી

કેટલા ઘાયલ થયા કોઈને ખબર નથી

સિંધના આરોગ્ય મંત્રી અજરા પેશુહોએ મીડિયાને જણાવ્યુ કે શુક્રવારે મોડી રાત સુધીમાં 82 લાશો મેળવી લેવાઈ હતી. હજુ સુધી એ સ્પષ્ટ થઈ શક્યુ નથી કે જે શબ મળી આવ્યા છે તે બધા ફ્લાઈટમાં સવાર મુસાફરો છે કે પછી રહેણાંક વિસ્તારમાં રહેતા એ નાગરિકો પણ છે જે આ દૂર્ઘટનાનો શિકાર બન્યા છે. તેમણે કહ્યુ કે બેંક ઑફ પંજાબના પ્રેસિડેન્ટ જફર મસૂદ આ દૂર્ઘટનામાં બચી ગયા છે. દૂર્ઘટના બાદ તરત જ તેમણે પોતાની માને ફોન કરીને પોતાના જીવતા હોવાની માહિતી આપી. ઘાયલો વિશે હજુ કોઈ માહિતી નથી. વર્ષ 2016 બાદ પાકિસ્તાનમાં આ મોટી વિમાન દૂર્ઘટના રેકોર્ડ કરવામાં આવી છે.

કરાંચી પ્લેન ક્રેશમાં અત્યાર સુધી મળી 82 લાશો, વધુ તપાસ ચાલુ, જુઓ દૂર્ઘટનાના દર્દનાક દ્રશ્યોકરાંચી પ્લેન ક્રેશમાં અત્યાર સુધી મળી 82 લાશો, વધુ તપાસ ચાલુ, જુઓ દૂર્ઘટનાના દર્દનાક દ્રશ્યો

English summary
‘Mayday, Mayday, Mayday’ pilot scary moments before plane crashed in Karachi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X