McDonald's ફરીથી વિવાદમાં, યૌન શોષણના 25 નવા કેસ ફાઈલ
અમેરિકાની લોકપ્રિયં ફાસ્ટ ફૂડ જોઈન્ટ મેકડોનાલ્ડ્ઝ એક વાર ફરીથી વિવાદોમાં છે. તેના અલગ અલગ કાર્ય સ્થળોથી 25 નવા યૌન શોષણના કેસ સામે આવ્યા છે. આ બધા કેસ અમેરિકાના 20 અલગ અલગ શહેરોમાં સ્થિત મેકડોનાલ્ડ્ઝના વેચાણ કેન્દ્રોથી આવ્યા છે જેની તપાસ થશે. જે લોકોએ ફરિયાદ નોંધાવી છે એ લોકોએ ખોટી રીતે સ્પર્શવા, અશ્લીલતા, સેક્સનો પ્રસ્તાવ રાખવા અને ભદ્દી કમેન્ટ કરવા જેવા સંગીન આરોપ લગાવ્યા છે અને આ બધા આરોપ પોતાના જ સહકર્મીઓ પર લગાવ્યા છે.

હેડક્વાર્ટરની બહાર પ્રદર્શન
ડઝનેક કર્મચારીઓએ કંપનીના શિકાગો સ્થિત હેડક્વાર્ટર સામે વિરોધ પ્રદર્શન કર્યુ. અમેરિકાના 14,000થી વધુ અલગ અલગ સ્થળો પર હાજર મેકડોનાલ્ડઝમાં કુલ 8 લાખ 50 હજાર કર્મચારી કાર્યરત છે. અમેરિકામાં 90 ટકાથી વધુ સ્થળોએ મેકડોનાલ્ડ્ઝની ફ્રેન્ચાઈઝી છે. કંપની લાંબા સમયથી કહેતી આવી રહી છે કે તેના કોઈ પણ ફ્રેન્ચાઈઝી આઉટલેટમાં કર્મચારીના વ્યવહાર માટે તે જવાબદેહી નથી.

50થી વધુ યૌન શોષણના આરોપ અને કેસ ચાલી રહ્યા છે
ત્રણ વર્ષોમાં મેકડોનાલ્ડ્ઝ પર 50થી વધુ યૌન શોષણના આરોપ અને કેસ ચાલી રહ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના 10 શહેરોમાં મેકડોનાલ્ડ્ઝના કર્મચારી યૌન શોષણના વધતા કેસનો વિરોધ કરીને એક દિવસની હડતાળ પર ઉતર્યા હતા.

મેનેજરોએ તેને રોકવા માટે કંઈ કર્યુ નહિ
ફ્લોરિડા સ્ટોરમાં કાર્યરત જમૈલિયા ફેયરલે કહ્યુ, ‘મને મેકડોનાલ્ડ્ઝમાં શરમજનક અને ડરના માહોલનો સામનો કરવો પડ્યો અને મેનેજરોએ તેને રોકવા માટે કંઈ કર્યુ નહિ.'