For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનની પહેલી મહિલા શીખ રિપોર્ટર બની આ યુવતી

દેશ વિદેશમાં મહિલાઓ હવે ઘરની બહાર નીકળીને પુરુષો સાથે સરખામણી કરી રહી છે. જેમાં હવે પાકિસ્તાનની મહિલાઓ પણ પાછળ નથી રહી.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

દેશ વિદેશમાં મહિલાઓ હવે ઘરની બહાર નીકળીને પુરુષો સાથે સરખામણી કરી રહી છે. જેમાં હવે પાકિસ્તાનની મહિલાઓ પણ પાછળ નથી રહી. પાકિસ્તાનમાં 24 વર્ષની મનમીત કૌર પહેલી શીખ રિપોર્ટર બનીને ઇતિહાસ રચી દીધો છે. મનમીત પાકિસ્તાનની પહેલી શીખ છે, જે રિપોર્ટર બની છે. તેઓ એક પ્રાઇવેટ ટીવી ચેનલ હમ ન્યુઝમાં કામ કરે છે. હાલમાં જ તેને પાકિસ્તાનની પહેલી મહિલા શીખ રિપોર્ટરનો ખિતાબ આપવામાં આવ્યો છે.

manmeet kaur

મનમીત કૌર પાકિસ્તાનની પહેલી મહિલા શીખ રિપોર્ટર છે. મનમીત કૌરે જિન્નાહ કોલેજ ફોર વિમેન્સ થી સોશ્યિલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે. અહીં થી અભિયાસ કર્યા પછી મનમીત ના કંઈક બીજા જ પ્લાન હતા પરંતુ કિસ્મત તેને આ ફિલ્ડમાં લઇ આવી. મનમીત એક મોડલ બનવા માંગતી હતી. પરંતુ એક ટીવી રિપોર્ટર બની ગયી. તેમને જણાવ્યું કે મીડિયા તેનું ફિલ્ડ ના હતું પરંતુ એક પ્રાઇવેટ ચેનલે તેને ઓફર કરી તો તેને ઓફર સ્વીકારી લીધી.

મીડિયા સાથે વાતચીત દરમિયાન તેને જણાવ્યું કે અમારા દેશમાં મોટાભાગે શીખ યુવતીઓ ભણતર પૂરું કર્યા પછી ઘરે બેસી જાય છે. બધાએ જાણવું ખુબ જ જરૂરી છે કે મહિલાઓ પુરુષો બરાબર છે. મને આશા છે કે હું લોકોને પ્રેરિત કરી શકીશ. મનમીત ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને પોતાના કામ દરમિયાન ક્યારેય પણ ભેદભાવનો સામનો નથી કર્યો. તે અત્યારસુધી ઘણા વિષયો પર રિપોર્ટિંગ કરી ચુકી છે. મનમીત કૌરની ઈચ્છા છે કે તેઓ રિપોર્ટર તરીકે એકવાર અમૃતસર આવે.

English summary
Meet Manmeet Kaur, Pakistan's First Female Sikh Reporter Breaking Stereotypes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X