મળો દુનિયાની સૌથી ખૂબસૂરત પોલીસ ઓફિસરને, ખૂબસૂરતી એટલી કે નોકરી ગુમાવવી પડી
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ખૂબસૂરત મહિલા પોલીસ ઓફિસરની ખુબ ચર્ચા છે. દુનિયાની સૌથી ખૂબસૂરત પોલીસ ઓફિસર માનવામાં આવતી આ મહિલાએ દાવો કર્યો છે તે તેને ડેટિંગ સાઈટ્સ પર બ્લોક કરી દેવામાં આવી છે.
સૌથી ખૂબસૂરત પોલીસ ઓફિસર તરીકે જાણીતી 38 વર્ષની એડ્રિન કોલાગરે કહ્યું કે, તેને ડેટિંગ એપ્સ પર બ્લોક કરી દેવામાં આવી છે. હવે તે નવા મિત્રો નથી બનાવી શકતી. સોશિયલ મીડિયા પર કોઈની સાથે વાત પણ કરી શકતી નથી.

એડ્રિને પોતાની જરૂરીયાતોને જોતા17 વર્ષની ઉંમરે પોલીસ વિભાગમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તેણીએ નોકરીની સાથે મોડલિંગ પણ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર તેના 5 લાખથી વધુ ફોલોઅર્સ છે અને તેના દિવાના છે.
આ પછી નોકરીના થોડા વર્ષો બાદ એડ્રિને તેના ફેન્સ માટે ભડકાઉ પોસ્ટ કરવાનું શરૂ કર્યુ. તેની લેડી સિંઘમ બોલ્ડ સ્ટાઈલ તેના ફેન્સને ખુબ જ પસંદ આવી અને તે ફેમસ થઈ ગઈ. જો કે આ જ વસ્તુ તેના માટે ખરાબ સાહિત થઈ અને તેને તેની નોકરી ગુમાવવી પડી.
એડ્રિને દાવો કર્યો છે કે ડેટિંગ એપ્સ તેને રોકી રહી છે. તે ડેટિંગ શરૂ કરવા માંગે છે પરંતુ તેનું એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું છે. તેણીએ કહ્યું કે, મેં તસવીરો જોવા અને સ્વાઈપ કરવા સિવાય કંઈ કર્યું નથી. મને ખબર નથી કે મારું એકાઉન્ટ શા માટે બ્લોક કરવામાં આવ્યું?
એડ્રિને તેના ફોલોઅર્સને પુછ્યુ કે, શું તેઓ પણ આવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જો કે, બાદમાં તેણીએ લખ્યું કે, જો તે ડેટ ન કરી શકે તો એકલા રહેવું વધુ સારું છે. તેણે કટાક્ષ કર્યો અને કહ્યું કે, મને લાગે છે કે આ બ્રહ્માંડના કોઈ સંકેત હોઈ શકે છે કે બધુ સારૂ છે.
તેણી પોલીસ કમિશનર તરીકે તે દર મહિને 2405 પાઉન્ડ કમાતી હતી, પરંતુ આ દિવસોમાં તે મોડલિંગમાંથી ઘણી વધુ કમાણી કરી રહી છે. તેની બિકીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.












Click it and Unblock the Notifications
