ટ્રમ્પ સાથે ડિવોર્સના સમાચારો વચ્ચે મેલાનિયાનો મોટો નિર્ણય, પુસ્તકમાં ખોલશે વ્હાઈટ હાઉસના રાઝ!
વૉશિંગ્ટનઃ અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિવોર્સની અફવાઓ વચ્ચે મેલાનિયાએ નિર્ણય કર્યો છે કે તે વ્હાઈટ હાઉસ પર એક મેમોયર લખશે. પેજ સિક્સ તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યુ છે કે મેલાનિયા આ પુસ્તકને લખવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સાથે નહિ રહે પરંતુ પોતાના પિતા સાથે રહેશે. પેજ સિક્સ તરફથી જણાવવામાં આવ્યુ છે કે મેલાનિયા આ મેમોયરને લખવા માટે એક જાણીતા પબ્લિશિંગ હાઉસ સાથે વાતચીત પણ કરી રહ્યા છે.
સતત કરી રહ્યા છે મીટિંગ
કહેવામાં આવી રહ્યુ છે કે આ મેમોયરને લખવા માટે તેને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી પ્રેરણા મળી છે. જો કે ખુદ ટ્રમ્પે હજુ સુધી આ વિશે કોઈ એલાન કર્યુ નથી કે તે કોઈ પુસ્તક લખવા વિશે વિચારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ 65 મિલિયન ડૉલરની એક ડીમ મેમોયર માટે એ વખતે સાઈન કરી હતી જ્યારે તે પોતાનુ પદ છોડી ચૂક્યા હતા. મેલાનિયા ટ્રમ્પ વ્હાઈટ હાઉસ મેમોયર માટે સતત પબ્લિશિંગ ઈન્ડસ્ટ્રીના લોકો સાથે મુલાકાત કરી રહ્યા છે. એક અજ્ઞાત સૂત્ર તરફથી પેજ સિક્સને જણાવવામાં આવ્યુ છે, 'મેલાનયા પોતાના વ્હાઈટ હાઈસ મેમોયર માટે સતત મીટિંગ્ઝ કરી રહ્યા છે અને આ તેમની રકમનો હિસ્સો હશે. તેમના માટે આ એક મોકો છે જેનાથી તે પોતાની કમાણી ખુદ કરી શકે છે.' રિપોર્ટ મુજબ રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત ફર્સ્ટ લેડીને પ્રોત્સાહિત કરી રહ્યા છે. હાલમાં એ સ્પષ્ટ નથી કે આ મેમોયર ક્યારે પૂરુ થશે કે પછી ક્યારે શરૂ થઈ શકશે.
મિશેલે પણ લખી છે આત્મકથા
મેલાનિયા પહેલા પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામાએ નવેમ્બર 2018માં પોતાની આત્મકથા બીકમિંગ પબ્લિશ કરી હતી. વ્હાઈટ હાઉસ છોડ્યાના લગભગ બે વર્ષ પછી આવેલ આ પુસ્તક બેસ્ટ સેલર સાબિત થયુ અને તેની 10 મિલિયન કૉપીઝ બસ પાંચ મહિનામાં વેચાઈ ગઈ હતી. બિકમિંગના પબ્લિશર પેંગુઈન રેંડમ હાઉસ તરફથી એ વાતની માહિતી આપવામાં આવી હતી. જો મેલાિયાનાનુ પુસ્તક બજારમાં આવે તો મિશેલ સાથે એક લેખક તરીકે તેમની તુલના કરવામાં આવશે. આ પહેલા વર્ષ 2016માં રિપપબ્લિકન નેશનલ કન્વેન્શમાં મેલાનિયા પર મિશેલની એક સ્પીચની નકલનો આરોપ લાગ્યો હતો. જો કે બાદમાં મેલાનિયાની દોસ્ત અને સલાહકાર વિંસ્ટન વોલ્કૉપે કહ્યુ કે તેમને નુકશાન પહોંચાડવા માટે આવુ કહેવામાં આવ્યુ છે.
ખેડૂતોના વિરોધનો 5મો દિવસ, ગુરબાનીના પાઠથી ગૂંજી સિંધુ સીમા