દાદાનો સંદેશો 76 વર્ષ બાદ પહોંચ્યો પૌત્ર પાસે
એક વ્યક્તિએ પોતાના પોતા માટે એક સંદેશો બોતલમાં બંધ કરીને સમુદ્રમાં ફેંકી દીધો હતો, જે 76 વર્ષ વિતી ગયા બાદ આખરે તેના પૌત્ર પાસે પહોંચી ગયો. એચઇ હિલિબ્રકની એક શિપિંગ કંપનીએ લેટર હેડ પર લખ્યું હતું કે જે કોઇને પણ આ સંદેશો મળે તે અંદર લખેલા સરનામા પર પહોંચાડી દે. પત્રની અંદર એચઇ હિલિબ્રિક, 72 રિચમંડ સ્ટ્રીટ લૈડરિવલે પશ્ચિમી ઓસ્ટ્રેલિયાનું એડ્રેસ લખ્યું હતું, જે બોતલ બંધ કરીને તેને સમુદ્રમાં ફેંકી દીધું હતું.
વર્ષ 1936માં હિલિબ્રક દ્વારા લખવામાં આવેલા આ સંદેશ 76 વર્ષ સુધી સમુદ્રમાં આમ તેમ ફરતો રહ્યો. આ બોતલ તરતી-તરતી ન્યૂઝીલેન્ડના તટ પર પહોંચી. જ્યારે આ બોટલ તટ પર પહોંચી તે દરમિયાન ફ્લડ બીચ પર ફરવા આવ્યા હતા અને તેમને આ બોતલ મળી.
ફ્લડે સ્થાનિક મીડિયાને કહ્યું કે જ્યારે મને આ બોતલ મળી તો અંદર કંઇક જોવા મળ્યું અને હું એ જાણવા માટે ઉત્સૂક હતો કે અંદર શું છે. મને લાગ્યું કે અંદર કંઇક ખાસ છે. આ સંદેશને વાંચીને ફ્લડે એ વ્યક્તિની શોધ આદરી જેણે બોટલમાં આ સંદેશો છોડ્યો હતો. થોડાક મહિના પછી માલુમ પડ્યું કે આ પત્ર અર્નેસ્ટ હિલિબ્રક નામની વ્યક્તિએ લખ્યો હતો, જેનું 1940માં અવસાન થઇ ગયું હતું. પોતાની તપાસ આગળ વધારતા ફ્લડને જાણવા મળ્યું કે, હિલિબ્રકનો પૌત્ર પીટર હિલિબ્રક ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહે છે.
આ જાણકારી મળ્યા બાદ ફ્લડે આ સંદેશ પીટર સુધી પહોંચાડ્યો. પીટર પણ આ સંદેશને મેળવીને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઇ ગયો હતો, તેણે કહ્યું કે, આ સંદેશ 76 વર્ષ સમુદ્રમાં આમ તેમ ફરતો રહ્યો અને અચાનક ન્યૂઝીલેન્ડ પહોંચી ગયો અને ત્યાં એક વ્યક્તિને મળ્યો જેમણે અંતે આ મારા સુધી પહોચાડ્યો આ ખરેખર એક અવિશ્વસનીય કહાની છે.