For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેક્સિકોની વનેસા પૉન્સને માનુષી છિલ્લર પહેરાવ્યો મિસ વર્લ્ડ 2018નો તાજ, જાણો કોણ છે વનેસા

પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2018 સ્પર્ધાનો તાજ આ વખતે મેક્સિકોની વનેસા પૉન્સ ડિ લિયોને જીતી લીધો છે.

|
Google Oneindia Gujarati News

પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2018 સ્પર્ધાનો તાજ આ વખતે મેક્સિકોની વનેસા પૉન્સ ડિ લિયોને જીતી લીધો છે. ચીનના સાન્યા શહેરમાં આયોજિત મિસ વર્લ્ડ સ્પર્ધામાં મેક્સિકોની વનેસા પૉન્સ ડિ લિયોને મિસ વર્લ્ડ 2018નો ખિતાબ જીત્યો. લિયોને 118 સુંદર પ્રતિસ્પર્ધીઓને પછાડીને આ તાજ જીત્યો છે. પૂર્વ વિશ્વ સુંદરી માનુષી છિલ્લે તેને મિસ વર્લ્ડનો તાજ પહેરાવ્યો.

આ પણ વાંચોઃ અમિતાભની દોહિત્રીની બર્થડે પાર્ટીનો Video વાયરલ, જુઓ શું કરી રહી છે આરાધ્યાઆ પણ વાંચોઃ અમિતાભની દોહિત્રીની બર્થડે પાર્ટીનો Video વાયરલ, જુઓ શું કરી રહી છે આરાધ્યા

મેક્સિકોની સુંદરીએ જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ

મેક્સિકોની સુંદરીએ જીત્યો મિસ વર્લ્ડનો ખિતાબ

વનેસા વિશ્વ સુંદરી બની તેમજ ફર્સ્ટ રનર અપ મિસ થાઈલેન્ડ નિકોલીન લિમ્સનુકાન રહી. મિસ વર્લ્ડના ફિનાલેના ટોપ 5 પ્રતિસ્પર્ધીઓમાં મિસ વર્લ્ડ યુરોપ-મારિયા વેસિલવિચ (બેલારુસ), મિસ વર્લ્ડ કેરેબિયન કેડિજાહ રોબિન્સન (જમૈકા), મિસ વર્લ્ડ આફ્રિકા ક્વિન અબેંક્યો (યુગાંડા) અને મિસ વર્લ્ડ એશિયા-નિકોલેના પિચાપા લિમસ્નૂકાન (થાઈલેન્ડ) પહોંચી. ભારતની અનુકૃતિ વાસ ફિનાલેમાં ટોપ 12માંથી બહાર થઈ ગઈ.

વનેસા પહેલી મેક્સિકન છે જેણે જીત્યો ખિતાબ

વનેસા પહેલી મેક્સિકન છે જેણે જીત્યો ખિતાબ

તમને જણાવી દઈએ કે મિસ વર્લ્ડ 2018નો ખિતાબ જીતનારી વનેસા પૉન્સ ડિ લિયોનનો જન્મ 7 માર્ચ, 1992માં થયો છે. તે એક ફૂલ ટાઈમ મોડેલ છે. ખાસ વાત એ છે કે વનેસા પહેલી મેકિસ્કન છે જેણે વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો છે. તે પરોપકારના કામોમાં પણ આગળ છે. તે નેનેમી નામની સ્કૂલને મદદ કરે છે. આ સ્કૂલ જનજાતિના બાળકોને શિક્ષિત કરવાનું કામ કરે છે. વનેસાએ આ પહેલા મિસ મેક્સિકોનો ખિતાબ જીત્યો હતો. તેણે 5 મે, 2018ના રોજ મિસ મેક્સિકો પસંદ કરવામાં આવી હતી. તેણે યુનિવર્સિટી ઓફ ગુવાનાજુ આટોમાંથી ઈન્ટરનેશનલ કોમર્સમાં ડિગ્રી મેળવી છે.

ટોપ 12માં જગ્યા ન બનાવી શકી અનુકૃતિ

ટોપ 12માં જગ્યા ન બનાવી શકી અનુકૃતિ

મિસ વર્લ્ડ 2018માં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી અનુકૃતિ વાસ ટોપ 30માં પહોંચી પરંતુ ટોપ 12માં જગ્યા બનાવી શકી નહિ. તમિલનાડુની રહેવાસી અનુકૃતિ એક ઉત્કૃષ્ટ ડાંસર છે. વળી, તે સ્ટેટ લેવલની એક એથલીટ પણ છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં માનુષી છિલ્લરે મિસ વર્લ્ડનો તાજ જીતીને 17 વર્ષની આતુરતાનો અંત લાવ્યો હતો.

મેક્સિકોના ગુઆનાજુઆટો શહેરની છે વનેસા

મેક્સિકોના ગુઆનાજુઆટો શહેરની છે વનેસા

વનેસા એક મેક્સિકન મોડલ અને બ્યુટી ક્વીન છે જેને મિસ વર્લ્ડ 2018નો તાજ પહેરાવવામાં આવ્યો છે. તે મેક્સિકોના ગુઆનાજુઆટો શહેરમાં પેદા થઈ અને ત્યાં જ તેનો ઉછેર થયો. વનેસા મિસ વર્લ્ડ રૂપે તાજ પહેરનાર પહેલી મેક્સિકન પણ છે. વનેસા જનકલ્યાણ કાર્યો સાથે પણ જોડાયેલી છે તે પોતાના દેશના જાનજાતીય બાળકોને ઈન્ટર-કલ્ચર એજ્યુકેન પણ આપે છે.

શરણાર્થીઓ માટે પણ કરી ચૂકી છે કામ

શરણાર્થીઓ માટે પણ કરી ચૂકી છે કામ

મેક્સિકન સુંદરી વનેસા શરણાર્થીઓ માટે પણ કામ કરી ચૂકી છે. તે માઈગ્રન્ટ્સ એલ એલ કેમિનો જેવી સંસ્થા સાથે પણ જોડાયેલી છે. પેઈન્ટિંગ અને વોલીબોલની શોખીન સ્કૂબા ડ્રાઈવર પણ છે. વનેસાએ હ્યુમન રાઈટ્સમાં ડિપ્લોમાં રાખ્યુ છે.

બ્યુટી વિથ બ્રેઈન

બ્યુટી વિથ બ્રેઈન

બ્યુટી વિથ બ્રેઈન વનેસાએ ગુઆનાજુઆટો યુનિવર્સિટીમાંથી ઈન્ટરનેશનલ કોમર્સમાં ડિગ્રી મેળવી છે. લગભગ 175 સેમી લાંબી સુંદરી વનેસા છોકરીઓ માટે રિહેબ સેન્ટરની બોર્ડ ઓફ ડિરેક્ટરની સભ્ય પણ છે.

આ પણ વાંચોઃ Video: રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે મારી થપ્પડ, સમર્થકોએ ધોયોઆ પણ વાંચોઃ Video: રામદામ આઠવલેને ભરી સભામાં યુવકે મારી થપ્પડ, સમર્થકોએ ધોયો

English summary
Vanessa Ponce de Leon from Mexico wins the 68th Miss World Title 2018. She was crowned by Miss World 2017 Manushi Chhillar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X