For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માઇકલ જેક્સનની દીકરી પેરિસે આત્મહત્યાનો પ્રયાસ કર્યો

|
Google Oneindia Gujarati News

paris-jackson
લોસ એન્જલ્સ, 6 જૂન : જગવિખ્યાત પોપ સિંગર દિવંગત માઇકલ જેક્સનની દીકરી પેરિસ જેક્સને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યાના પ્રયાસ બાદ માઇકલ જેક્સનની 15 વર્ષની દીકરી પેરિસ જેક્સનને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેને લોસ એન્જલ્સની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત ગંભીર છતાં સ્થિર ગણાવામાં આવી રહી છે.

આ ઘટનાની પુષ્ટિ પેરિસ જેક્સનની માતા ડેબી રોએ કરી છે. જો કે હજી સુધી વિગતો મળી નથી કે પેરિસ જેક્સને કેવી રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે પ્રાપ્ત અહેવાલો અનુસાર પેરિસે દવાનો ઓવર ડોઝ લીધો હતો. એક અન્ય અહેવાલ અનુસાર પેરિસે પોતાના કાંડાની નસ કાપીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના મધ્યરાત્રિના સમયે બની હતી.

ઉલ્લેખનીય છે કે માઇકલ જેક્સનનું મૃત્યુ વર્ષ 2007માં થયું હતું. વકીલના જણાવ્યા અનુસાર પિતાના અવસાન બાદ પેરિસ જેક્સન ડિપ્રેશનમાં આવી ગઇ હતી.

English summary
Michael Jackson daughter Paris hospitalized after suicide attempt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X