• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પાકઃ જીન્નાની ઐતિહાસિક આવાસને ઉગ્રવાદીઓએ કરી નષ્ટ

By Super
|
Google Oneindia Gujarati News
ઇસ્લામાબાદ, 15 જૂનઃ ઉગ્રવાદીઓએ પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ બલુચિસ્તાન પ્રાન્તમાં 121 વર્ષ જૂની આ ઐતિહાસિક ઇમારતને શનિવારે હુમલો કરીને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવી છે, જેમાં દેશના સંસ્થાપક મોહમ્મદ અલી જીન્ના રહેતા હતા.

આ હુમલામાં એક પોલીસકર્મી પણ માર્યો ગયો. ઉગ્રવાદીએ બલુચિસ્તાનની રાજધાની ક્વેટાથી અંદાજે 120 કિમી દૂર સ્થિત જિયારતમાં કાયદા આજમ રેજિડેન્સી પર હુમલો કર્યો. તેમણે અહીં ચાર બોમ્બ લગાવીને વિસ્ફોટ કર્યો અને બાદમાં ગોળીબાર પણ કર્યો.

વિસ્ફોટો અને ગોળીઓના કારણે ઇમારતમાં આગ પણ લાગી ગઇ જેના પર ચાલ કલાક બાદ કાબૂ મેળવી શકાયો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં એક પોલીસકર્મીનું મોત થયું છે. આગથી ઇમારતનો લાકડીથી બનેલો હિસ્સો, ફર્નીચર અને જીન્નાના સ્મૃતિ ચિન્હ પણ નષ્ટ થઇ ગયા છે.

ટેલીવિઝન પર દર્શાવવામાં આવેલા ફૂટેજથી જાણવા મળે છે કે ઇમારતની છત નષ્ટ થઇ ગઇ છે અને માત્ર ઇંટોથી બનેલો ઢાંચો જ સલામત છે. જિલ્લા પોલીસ પ્રમુખ અસગર અલીએ જણાવ્યું કે બોમ્બ નિરોધક દસ્તાએ છ અન્ય બોમ્બ શોધીને તેને નિષ્ક્રિય બનાવી દીધા છે. પ્રત્યેક બોમ્બમાં અંદાજે ત્રણ કિલોગ્રામ વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

English summary
Militants destroy Jinnah's historic Pak residence
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X