For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સંકટમાં ફસાયો આ દેશ, કરોડપતિઓ પણ રાતોરાત બની ગયા ભિખારી

જ્યારે-જ્યારે મોંઘવારી વધે છે ત્યારે હંમેશા લોકો કહે છે કે કિંમતો આસમાને પહોંચી રહી છે, પરંતુ દક્ષિણ અમેરિકાના એક દેશ વેનેજુએલામાં તો મોંઘવારી આકાશ ફાડીને સ્પેસમાં ઘૂસી ગઈ છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

જ્યારે-જ્યારે મોંઘવારી વધે છે ત્યારે હંમેશા લોકો કહે છે કે કિંમતો આસમાને પહોંચી રહી છે, પરંતુ દક્ષિણ અમેરિકાના એક દેશ વેનેજુએલામાં તો મોંઘવારી આકાશ ફાડીને સ્પેસમાં ઘૂસી ગઈ છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષનો અંદાજો છે કે આ વર્ષે વેનેજુએલાનો મોંઘવારી દર 10 ટકા સુધી પહોંચી જશે. એટલે કે ભારતમાં જો મોંઘવારી દર જૂનમાં 5 ટકા પહોંચવા પર હંગામો મચ્યો હતો ત્યારે મોંઘવારી દર વેનેજુએલામાં 10 લાખ ટકાની ઉપર ચાલ્યો ગયો. એટલું જ નહીં વેનેજુએલામાં કરોડપતિઓ પણ ભૂખે મરી રહ્યા છે. ખિસ્સામાં લાખો રૂપિયા હોવા છતાં જૂતાં પૉલિસ કરાવવામાં પણ તેમેના પરસેવા છૂટી રહ્યા છે.

જૂતાં રિપેર કરાવવાનો ખર્ચ 4 લાખ

જૂતાં રિપેર કરાવવાનો ખર્ચ 4 લાખ

વેનેજુએલામાં એક યુનિવર્સિટીના પ્રોફેસરે જૂના જૂતાં રિપેર કરાવવા માટે 20 અરબ બોલિવર એટલે કે 4 લાખ રૂપિયા આપવા પડ્યા. દુનિયાભારના દેશ એ પ્રયાસો કરી રહ્યા છે કે તેમના દેશની અર્થવ્યવસ્થા તેજીથી કઈ રીતે વધી, ત્યારે વેનેજુએલામાં અર્થવ્યવસ્થા 2 અંકોમાં ઘટી રહી છે. ધી ગાર્ડિયન સાથેની વાતચીતમાં વેનેજુએલાની એક નર્સે જણાવ્યું કે 50 લાખ બોલિવર સેલેરી મળે છે, પરંતુ આટલું વેતન મેળવ્યા બાદ પણ પોતાના બાળકોનું પેટ ભરવા માટે કિલો મટન નથી ખરીદી શકતી. એમણે કહ્યું કે ભગવાન ન કરે કે કોઈ બીમાર થઈ જાય, નહીં તો તે મરી જ જશે, કેમ કે વેનેજુએલામાં દવાના ભાવ એટલા વધી ગયા તે ખરીદી સૌના હાથની વાત નથી.

આર્થિક યુદ્ધને કારણે વેનેજુએલાની હાલત થઈ ખરાબ

આર્થિક યુદ્ધને કારણે વેનેજુએલાની હાલત થઈ ખરાબ

વેનેજુએલાના હાલત પર રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો કહે છે કે દેશની અંદર અને દેશની બહાર હાજર એમના રાજનૈતિક વિરોધીઓને વેનેજુએલા વિરુદ્ધ આર્થિક યુદ્ધ છેડી દીધું છે, જે કારણે તેમના પર અપાર સંકટ આવી પહોંચ્યું છે. વિત્તીય સંકટને કારણે સરકાર સતત નોટ છાપી રહી છે, જેનાથી વેનેજુએલાનું ચલણ બોલિવરની કિંમત પાતાળમાં સમાઈ ગઈ છે, અને પરિસ્થિતિ એવી સર્જાઈ કે 1 ડોલરની કિંમત 35 લાખ બોલિવર બરાબર પહોંચી ગઈ છે.

13 લાખ બોલિવરમાં નથી મળતું 3 ટકનું ભોજન

13 લાખ બોલિવરમાં નથી મળતું 3 ટકનું ભોજન

આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ મુજબ મે 2018માં 13 લાખ બોલિવરના માસિક વેતનથી માત્ર 2 લીટર દૂધ, ચાર કેટન ટ્યૂન અને એક બ્રેડ મળી રહી છે. આ સમયે જે પ્રોફેસર વેનેજુએલામાં 59 લાખ બોલિવર સેલેરી મેળવી રહ્યા છે એને ડોલરમાં કન્વર્ટ કરીએ તો એમના હાથમાં માત્ર 1.70 ડોલર જ આવી રહ્યા છે.

જર્મનીમાં 1923માં સર્જાયેલ સ્થિતિ સાથે કરી વેનેજુએલાની સરખામણી

જર્મનીમાં 1923માં સર્જાયેલ સ્થિતિ સાથે કરી વેનેજુએલાની સરખામણી

IMFxએ વેનેજુએલાની સરખામણી જર્મનીમાં 1923માં પેદા થયેલ હાલાત સાથે કરી છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની બરબાદ થઈ ગયું હતું, પરંતુ જર્મનીના નાગરિકોએ તબાહીનો દંશ કેટલાય વર્ષો સુધી ઝેલ્યો હતો. એ સમયે જર્મનીની નોટની કોઈ કિંમત જ નહોતી રહી. ત્યારે એક બ્રેડની કિંમત અબજો માર્ક સુધી પહોંચી ગઈ હતી.

English summary
Millionaires are poor: Venezuelans struggle to survive as inflation spirals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X