For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મિસ સ્પેન એન્જેલા બની મિસ યુનિવર્સમાં ભાગ લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર મહિલા

ટ્રાન્સજેન્ડર મોડલ એન્જેલી પોંસ કેમાચોએ મિસ સ્પેન 2018 નો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે.

|
Google Oneindia Gujarati News

ટ્રાન્સજેન્ડર મોડલ એન્જેલા પોંસ કેમાચોએ મિસ સ્પેન 2018 નો ખિતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. હવે એન્જેલા આ વર્ષે ફિલીપાઈન્સમાં યોજાનાર મિસ યુનિવર્સમાં ભાગ લેશે. એન્જેલા પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા હશે જે મિસ યુનિવર્સમાં બાકી સુંદરીઓ સાથે ભાગ લેશે. 26 વર્ષની એન્જેલા પોંસ ટ્રાન્સ બાળકો માટે રોલ મોડેલ બનવા માંગે છે.

22 સુંદરીઓને હરાવીને જીત્યો ખિતાબ

22 સુંદરીઓને હરાવીને જીત્યો ખિતાબ

26 વર્ષની ટ્રાન્સજેન્ડર મોડેલ એન્જેલા પોંસે મિસ યુનિવર્સ સ્પેનનો ખિતાબ જીતી લીધો છે. 29 જૂને યોજાયેલી મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં એન્જેલાએ બાકી 22 સુંદરીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કરી લીધો. હવે એન્જેલાનુ લક્ષ્ય મિસ યુનિવર્સનો ખિતાબ જીતવાનું છે જે આ વર્ષે ફિલીપાઈન્સમાં યોજાવાનો છે. એન્જેલા મિસ યુનિવર્સ પ્રતિયોગિતામાં ભાગ લેનારી પહેલી ટ્રાન્સજેન્ડર મહિલા છે. મિસ યુનિવર્સે વર્ષ 2012 થી ટ્રાન્સજેન્ડર મહિલાઓને પ્રતિયોગિતામાં ભાગ લેવાની મંજૂરી આપી છે.

ભેદભાવનો શિકાર બની ચૂકી છે એન્જેલા

ભેદભાવનો શિકાર બની ચૂકી છે એન્જેલા

આ પહેલા એન્જેલાએ વર્ષ 2015 માં મિસ વર્લ્ડ કાડિઝનુ ટાઈટલ પણ પોતાના નામે કર્યુ હતુ. એન્જેલાનું કહેવુ છે કે ટ્રાન્સજેન્ડર હોવાના કારણે તેણે ઘણી વાર ભેદભાવનો શિકાર બનવુ પડ્યુ છે પરંતુ તેણે ક્યારેય હિંમત હારી નથી. એન્જેલાએ કહ્યુ કે તેણે ‘પોતે શ્રેષ્ઠ હોવુ' ને જ પોતાનો મોટો બનાવી લીધો. એન્જેલાએ જણાવ્યુ કે તેના માતાપિતાને ક્યારેય કોઈ વસ્તુ માટે સ્કૂલમાં આવવુ પડ્યુ નથી કારણકે તે પોતે જ પોતાના માટે ઉભી રહી છે.

બાળકો માટે બનવા ઈચ્છે છે રોલ મોડેલ

બાળકો માટે બનવા ઈચ્છે છે રોલ મોડેલ

મિસ યુનિવર્સ સ્પેનનું ટાઈટલ જીતવુ એન્જેલા માટે એક મોટો અનુભવ હતો. તેણે કહ્યુ, "મે મારી આંખો બંધ કરી લીધી. હું બસ એ અનુભવવા ઈચ્છતી હતી કે તેઓ કેવી રીતે મને તાજ પહેરાવશે કારણકે મને ખબર હતી કે તે એક ઐતિહાસિક પળ હતી." એન્જેલા દુનિયાભરમાં ટ્રાન્સજેન્ડર બાળકો માટે રોલ મોડેલ બનવા ઈચ્છે છે.

English summary
Miss Spain Angela Ponce Becomes The First Transgender Woman To Compete In Miss Universe 2018 Title.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X