For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Miss Universe 2022 : યુએસની ગેબ્રિયેલ બની મિસ યુનિવર્સ, હરનાજ સંધુએ પહેરાવ્યો તાજ

મિસ યુનિવર્સ 2022ની સ્પર્ધા અમેરિકાની આર બોની ગેબ્રિયેલે જીત્યો છે. આ સાથે વેનેજુએલાની અમાંડાને આ સ્પર્ધાની પહેલી રનર અપ જાહેર કરવામાં આવી હતી. જ્યારે ભારતની વિદિતા અંતિમ પાંચમાં પણ પહોંચી શકી ન હતી.

|
Google Oneindia Gujarati News

Miss Universe 2022 : મિસ યુનિવર્સ 2022ના તાજે અમેરિકાની આર બોની ગેબ્રિયેલના માથાની શોભા વધારી છે. મિસ યુનિવર્સ 2021 હરનાજ સંધુએ આર બોનીને મિસ યુનિવર્સ 2022નો તાજ પહેરાવ્યો હતો. વેનેજુએલાની અમાંડાને આ સ્પર્ધાની પહેલી રનર અપ જાહેર કરવામાં આવી હતી.

Miss Universe 2022

ભારતની દિવિતા રાય સેમીફાઇનલ સુધી પહોંચી હતી

આ સાથે ડોમિનિકલ રિપબ્લિકની એન્ડરિના માર્ટિનેઝને બીજી રનર અપ તરીકે જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભારતની દિવિતા રાય સેમીફાઇનલ સુધી પહોંચી હતી. નેશનલ કોસ્ટ્યુમ રાઉન્ટમાં દિવિતાએ ચકલી બનીને સૌનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું હતું.

ગેબ્રિયેલે વિશ્વભરના 84 સ્પર્ધકોને હરાવીને તાજ પર કબ્જે કર્યો

અત્રે નોંધનીય છે કે, 71મી મિસ યુનિવર્સ સ્પર્ધાનું આયોજન અમેરિકાના લુઇસિયાના રાજ્યના ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં કરવામાં આવ્યું હતું. ગેબ્રિયેલે વિશ્વભરના 84 સ્પર્ધકોને હરાવીને તાજ પર કબ્જે કર્યો છે.

ભારતની દિવિતા રાયની સફર સાંજના ગાઉન રાઉન્ડ બાદ સમાપ્ત થઈ ગઈ

ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલા, અમેકીતા, પ્યુઅર્ટો રિકો, ક્રુરાસાઓ અને ડોમિનિકન રિપબ્લિકના સ્પર્ધકો ટોપ-5માં પહોંચ્યા હતા. ભારતની દિવિતા રાયની સફર સાંજના ગાઉન રાઉન્ડ બાદ સમાપ્ત થઈ ગઈ હતી અને તે ટોપ-5માં સ્થાન મેળવી શકી ન હતી.

ટોચના ત્રણ સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે,

મિસ યુનિવર્સ સ્પર્ધાના અંતિમ રાઉન્ડમાં, ટોચના ત્રણ સ્પર્ધકોને પૂછવામાં આવ્યું હતું કે, જો તેઓ આજે તાજ જીતે છે, તો તેઓ આ સંગઠનને મજબૂત અને પ્રગતિશીલ સંગઠન તરીકે બતાવવા માટે શું કરશે?

વિવિધ દેશોની છોકરીઓ પોતાના દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે

ગેબ્રિયલના જવાબે તેણીને વિજેતા બનાવી હતી. આ સૌંદર્ય સ્પર્ધાનો હેતુ વિશ્વભરની મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો છે. સ્પર્ધામાં વિવિધ દેશોની છોકરીઓ પોતાના દેશની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

તાજની કિંમત લગભગ 49 કરોડ રૂપિયા

રિપોર્ટ્સ અનુસાર આ વખતે મિસ યુનિવર્સનો તાજ ખૂબ જ ખાસ છે. આ વખતે તાજને 'ફોર્સ ફોર ગુડ' નામ આપવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર આ તાજની કિંમત લગભગ 49 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, મિસ યુનિવર્સ સ્પર્ધાની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી.

પ્રથમ ટાઇટલ આર્મી કુસેલાએ જીત્યું હતું

આ સ્પર્ધાનું પ્રથમ ટાઇટલ આર્મી કુસેલાએ જીત્યું હતું. અમેરિકાની મિસ યુનિવર્સ સંસ્થા આ સૌંદર્ય સ્પર્ધાનું આયોજન કરે છે. અહેવાલો અનુસાર, તેનું વાર્ષિક બજેટ આશરે 100 મિલિયન ડોલર છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતના હરનાઝ સંધુએ આ સ્પર્ધા જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

English summary
Miss Universe 2022 : US's Gabrielle becomes Miss Universe, crowned by Harnaaz Kaur Sandhu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X