For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

60 યાત્રીઓથી ભરાયેલું ઈરાન યાત્રી વિમાન ક્રેશ થયું, બધા ની મૌત

ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ઈરાનનું યાત્રી વિમાન રડાર થી ગાયબ થયા પછી ક્રેશ થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં કુલ 66 લોકો મુસાફરી કરી રહ્યા હતા.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઈરાનમાં મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. ઈરાનનું યાત્રી વિમાન રડાર થી ગાયબ થયા પછી ક્રેશ થઇ ગયું છે. જાણકારી અનુસાર આ વિમાનમાં કુલ 66 લોકો મુસાફરી કરી રહ્યા હતા. આ વિમાન તહેરાન થી યુસૂઝ જઈ રહ્યું હતું. મળતી માહિતી અનુસાર આ વિમાન પહાડી વિસ્તારના સેમીરોમ પાસે ક્રેશ થયું છે. ન્યુઝ એજેન્સી આઇએસએનએ પ્રવક્તા મોજતબા ખાલીદી ઘ્વારા આપવામાં આવેલા નિવેધન ઘ્વારા આ જાણકારી મળી છે. ત્યાં જ ઈરાનની સરકારી ન્યુઝ એજેન્સી પ્રેસ ટીવી અનુસાર અસેમાન એરલાઇન્સના વિમાનમાં 60 યાત્રી અને 6 વિમાન મેમ્બર સવારી કરી રહ્યા હતા.

plane crash

સ્થાનીય મીડિયા રિપોર્ટર અનુસાર આ વિમાને જયારે ઉડાન ભરી તેના 20 મિનિટ પછી જ રડારથી ગાયબ થઇ ગયું. વિમાને સ્થાનીય સમય અનુસાર સવારે 5 વાગ્યે ઉડાન ભરી હતી. નજરે જોનાર અનુસાર સ્થાનીય મીડિયાને જણાવ્યું કે આ વિમાન ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રત્યન કરી રહ્યું હતું તેવામાં ક્રેશ થઇ ગયું. જે જગ્યા પર આ ઘટના ઘટી છે તે મધ્ય ઈસફહાન ના સેમીરોમ માં આવેલું છે. ખરાબ મોસમના કારણે હેલીકૉપટરને તત્કાલ મદદ માટે પણ નથી મોકલી શકાયું.

મળતી માહિતી અનુસાર જે જગ્યા પર આ દુર્ઘટના ધટી છે ત્યાં એમ્બ્યુલન્સ પણ મોકલી શક્યું સંભવ નથી. જેના કારણે હેલીકૉપટર ઘ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે અસેમાન એરલાઇન્સની આ ત્રીજી સૌથી મોટું વિમાન છે જે મુખ્યરૂપ થી ઈરાનની રાજધાની તહેરાનથી ચાલે છે.

English summary
Missing Iranian passenger plane has crashed in central Iran. Plane was missing from the radar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X