For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમુદ્રમાંથી મળ્યો 'એર એશિયાના વિમાનનો કાટમાળ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જકાર્તા, 30 ડિસેમ્બર: ઇંડોનેશિયાથી 162 યાત્રીઓની સાથે ગુમ થયેલા એર એશિયના વિમાનનો કાટમાળ સમુદ્રમાંથી મળવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઇંડોનેશિયાઇ અધિકારીઓનું કહેવું છે કે સર્ચ ટીમને કલિમાનતન તટના પશ્વિમી ભાગમાં લાલ અને સફેદ રંગનો કાટમાળ મળ્યો છેમ જે ફ્લાઇટ નંબર QZ5801 હોઇ શકે છે. પરિવહન વિભાગના વરિષ્ઠ અધિકારી જોકો મુર્જાતમોદજોએ કહ્યું કે અધિકારી હજુ આ વાતની તપાસ કરી રહ્યાં છે કે શું જોવા મળેલો કાટમાળ ખરેખર વિમાનનો છે કે નહી.

એર એશિયાના ગુમ વિમાનની શોધ દરમિયાન મંગળવારે સર્ચ ટીમને પ્લેનના દરવાજા અને સ્લાઇડ જેવી વસ્તુઓ જોવા મળી. સર્ચ વિમાનમાં હાજર એક સમાચાર એંજસી એએફપીના એક ફોટોગ્રાફરનું કહેવું છે કે તેને સમુદ્રમાં કેટલીક તરતી વસ્તુઓ જોવા મળી છે જે લાઇફ રાફ્ટ, લાઇફ જેકેટ અને ઓરેંજ ટ્યૂબ જેવા જોવા મળી રહ્યાં છે.

ઇંડોનેશિયાઇ એર ફોર્સના અધિકારી અગુસ દવીના અનુસાર 'અમને શોધખોળ દરમિયાન 10 મોટી વસ્તુઓ અને સફેદ રંગની કેટલીક નાની વસ્તુઓ જોવા મળી છે.' આ પહેલાં પૂર્વી બેલીતુંગ દ્રીપ પર તેલ ફેલાયેલું હોવાની સુચના મળી હતી, જેને એક પુરાવાના રૂપમાં લેવામાં આવ્યું પરંતુ આ સૂચના ખોટી સાબિત થઇ.

મંગળવારે વિમાનની શોધખોળનો ઘેરાવો વધારતાં તેમાં જમીની વિસ્તારોને સામેલ કરવામાં આવ્યો છે. ઇંડોનેશિયાના 'નેશનલ સર્ચ એંડ રેસ્ક્યૂ એજેંસી'ના પ્રમુખ હેનરી બામબાંગ સોઇલસ્ટિયોએ જણાવ્યું કે શોધખોળ અભિયાનમાં જોડાયેલા લગભગ 30 શિપ અને 15 વિમાન એર એશિયાના ગુમ વિમાન ક્યૂઝેડ 8501ની સતત શોધખોળ કરી રહ્યું છે. રવિવારેની સવારે આ વિમાન ઇંડોનેશિયાઇના પૂર્વી જાવામાં સુરાબાયાથી સિંગાપુર જતી વખતે અચાનક રડારથી દૂર થઇ ગયું હતું.

air-asia

ઇંડોનેશિયાના નેતૃત્વમાં ઘણા અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે જેમાં મલેશિયાઇ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા સામેલ છે. તો બીજી તરફ ભારત, દક્ષિણ કોરિયા, ચીન અને ફ્રાંસ જેવા અન્ય દેશોએ મદદની માંગણી કરી છે. અમેરિકાએ પણ પોતાના વિધ્વંસક શિપ યૂએસએસ સૈમ્પસન આ વિસ્તારમાં જવા માટે રવાના કરી દિધા છે.

વિમાનની જે અંતિમ લોકેશનની ખબર પડી છે તે બેલીતુંગ દ્રીપના તાનગુંજ પનદાનથી 100 નોટિકલ મીલ દક્ષિણ પૂર્વમાં છે. વિમાનમાં 155 યાત્રી અને ચાલક દળના સાત સભ્ય હતા. આ યાત્રીઓમાં એક બ્રિટિશ, એક મલેશિયાઇ, એક સિંગાપુર અને ત્રણ દક્ષિણ કોરિયાઇ અને 149 ઇંડોનેશિયાઇ નાગરિક હતા. ચાલક દળના સાત સભ્યોમાંથી છ ઇંડોનેશિયાઇ અને એક ફ્રાંસીસી સહ પાયલોટ હતો. યાત્રીઓમાં 17 બાળકો હતા. વિમાનમાં કોઇ ભારતીય નાગરિક ન હતો.

English summary
Indonesia's top rescue official says authorities believe the missing AirAsia jet is likely at the bottom of the sea, based on radar data from the plane's last contact.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X