For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને ચૂંટણી જીતવા વિકિલીક્સના પ્રમાણપત્રની જરૂર નથી: ભાજપ

|
Google Oneindia Gujarati News

ન્યૂયોર્ક, 17 માર્ચ: પોતાના ખુલાસાઓથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખલબલી મચાવનાર અમેરિકન વેબસાઇટ 'વિકિલીક્સ'એ એ સ્પષ્ટ કરી દીધું છે કે તેના કેબલ્સમાં કોઇ અમેરિકન ડિપ્લોમેટે ક્યારેય પણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને 'ઇમાનદાર' એટલે કે પાક-સાફ નથી ગણાવ્યા. વિકિલીક્સે ટ્વિટ કરીને જણાવ્યું છે કે પોસ્ટરમાં કહેવામાં આવેલી વાતો ખોટી છે.

ખરેખર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક વિકિલીક્સ સંસ્થાપક જૂલિયમ અસાંજેના હસ્તાક્ષરવાળું એક એવું પોસ્ટર વહેંચવામાં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા નરેન્દ્ર મોદીથી ડરે છે કારણ કે અમેરિકા જાણે છે કે મોદી ભ્રષ્ઠ નથી. પરંતુ વિકિલીક્સ ભાજપના આ દાવાઓનું ખંડન કરે છે.

wikileaks
વિકિલીક્સે એ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેના સંસ્થાપક જૂલિયન અસાંજેએ ક્યારેય પણ મોદી અંગે કંઇ પણ નથી કહ્યું અને આ અંગે મોદી સમર્થકો અને ભાજપે ખોટો પ્રચાર કર્યો છે કે ઓવેન અનુસાર મોદી અંગે આ વાત રાજકોટના કોંગ્રેસ નેતા મનોહર સિંહ જાડેજાએ કહી હતી.

જોકે ભારતીય જનતા પાર્ટીના નેતા મુક્ખાર અબ્બાસ નકવીએ આની પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણી જીતવા માટે કોઇ જૂલિયન અસાંજે અથવા વિકિલીક્સના પ્રમાણ પત્રની જરૂર નથી. દેશની જનતા સારી સુશાસનયુક્ત સરકાર ઇચ્છે છે.

English summary
Wikileaks says Modi endorsement fake. BJP says Modi does not need certificate from WikiLeaks or Julian Assange to win elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X