For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: પાક.થી લઇને U.S.ના અખબારોએ મોદીની આ યાત્રા પર શું કહ્યું!

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકાની બીજી વિદેશ યાત્રા પર હતા. જ્યાં તેમણે કેલિફોર્નિયામાં ફેસબુક, ગુગલ જેવી મલ્ટિમિલેનયર કંપનીના હેડક્વાટરની મુલાકાત લીધી. અને સાથે જ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રની 70મી વર્ષગાંઠ પર યોજવામાં આવેલી સભાને સંબોધિત પણ કરી. ત્યારે જ્યાં મોદી તેમની આ વિદેશ યાત્રાને એક પ્રોડક્ટિવ યાત્રા ગણાવી. ત્યાં જ ફોરેન મીડિયા પણ મોદીની આ યાત્રાને તેમના પહેલા પેજ પર જોરશોરની કવર કરી.

તેમાં પણ ખાસ કરીને મોદીની સિલિકોન વેલીની યાત્રાથી મોદી, અમેરિકી છાપાઓમાં છવાઇ ગયા. જો કે અનેક સમાચાર પત્રોએ અખબારોએ મક્કાની ભાગદોડ અને પોપના અમેરિકાના પ્રવાસને પણ હાઇલાઇટ કર્યું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફન્ટ પેઝ કવરેઝ મળ્યું ખરા.

અમેરિકાના જાણીતા અખબાર લોસ એન્જિલસ ટાઇમ્સે જ્યાં ફેસબુકની ઓફિસમાં તેમના ભાવુક થવાની વાતનો ઉચ્ચાર કર્યો તો કેટલાક અખબારો તેમને રોકસ્ટાર પણ ગણાવ્યા. ત્યારે પાકિસ્તાનથી લઇને અમેરિકાના જાણીતા સમાચાર પત્રોમાં મોદી વિષે શું લખાયું છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પાકિસ્તાની સમાચાર પત્ર

પાકિસ્તાની સમાચાર પત્ર "ડોન"

પાકિસ્તાનના અખબાર ડોન તેની હેડલાઇન લખ્યું છે કે ભારતના મોદીએ યુએસના ટેટ ટાઇટન્સને મળ્યો સિલિકોન વેલીમાં. વધુમાં મોદીના વખાણ કરતા તેણે કહ્યું કે મોદીના આ પ્રયાસો તેમના વિકાસને વધારશે.

પાકિસ્તાની સમાચાર પત્ર

પાકિસ્તાની સમાચાર પત્ર "ધ એક્સપ્રેસ ટ્રીબુન"

મોદી તેમના બાળપણને યાદ કરી ફેસબુક ખાતે ભાવુક થઇ ગયા. આ સમાચાર પત્રમાં લખવામાં આવ્યું છે કે મોદીની માતાએ ભારે મહેનત કરીને તેમના બાળકોનો ઉછેર કર્યો હતો.

વોશિંગ્ટન પોસ્ટે શું કહ્યું

વોશિંગ્ટન પોસ્ટે શું કહ્યું

અમેરિકાના જાણીતા સમાચાર પત્ર વોશિંગ્ટન પોસ્ટ જણાવ્યું કે ભારતની ટેક ઇકોનોમીને મોદીની આ સિલિકોન વેલીની મુલાકાતથી વેગ મળશે. વધુમાં તેણે મોદીના શાસનમાં ભારતની આર્થિક સ્થિતિ મજબૂત થવાની વાત પણ સ્વીકારી છે. તેણે કહ્યું કે મોદી વિશ્વના તેના કેટલાક નેતાઓમાંથી એક છે જે ટેકસેવી છે.

બીબીસી સમાચાર પત્ર

બીબીસી સમાચાર પત્ર

બીબીસી પણ કહ્યું કે મોદીએ સિલિકોન વેલીમાં પોતાના જાદુ ચલાવામાં સફળ થયા છે. વળી તેણે લખ્યું કે ફેસબુકના સવાલ જવાબ સેશન વખતે ભારતના નરેન્દ્ર મોદી રડી પડ્યા હતા.

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સ

ન્યૂયોર્ક ટાઇમ્સે મોદી અને ફેસબુકના સીઇઓ માર્ક વચ્ચે સરખામણી કરતા લખ્યું કે મોદી 125 કરોડ જનસંખ્યા વાળા દેશના વડાપ્રધાન છે અને જુકરબર્ગ 150 કરોડ એક્ટિવ યૂર્ઝસ વાળી સોશ્યલ નેટવર્કિંગ સાઇટના પ્રમુખ છે.

English summary
Narendra Modi, Prime Minister of India, visited Facebook, Google headquarters during his six-day US tour. During the much-hyped visit, Modi was trying to promote the Digital India initiative heavily among the top executives of the states.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X