For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રશિયામાં મોદી-નવાઝ મળશે, જિનપિંગ જોડે મોદીએ વ્યક્ત કર્યો વિરોધ

|
Google Oneindia Gujarati News

રશિયામાં બ્રિક્સ સંમેલનમાં હાજરી આપવા પહોંચેલા ભારતના વડાપ્રધાન, પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ જોડે શુક્રવારે સવારે દ્રિપક્ષીય બેઠક યોજશે. નોંધનીય છે કે આ રશિયામાં બ્રિક્સ સંમેલનમાં ભારત અને પાકિસ્તાન, બન્ને દેશોની હાજરી માત્રથી જ ચર્ચા થઇ રહી હતી કે શું આ બન્ને દેશો સામસામે વાતચીત કરશે? જો કે આજે પીએમઓ દ્વારા આ મામલે લીલી ઝંડી અપાતા આ વાત સ્પષ્ટ થઇ ગઇ છે.

તો બીજી બાજુ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ જોડે પણ 85 મિનિટ સુધી દ્રિપક્ષીય બેઠક યોજી હતી. જેમાં સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન સામે લખવી મામલે કાર્યવાહી કરતા રોકવા માટે ચીનનો ભારતે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ તેમણે ચીનની નબળા પુરાવા આપવાની વાતને પણ અસ્વીકારી હતી.

ત્યારે ચીન અને ભારતની આ દ્રિપક્ષીય બેઠક વિષે વધુ માહિતી મેળવો આ ફોટોસ્લાઇડરમાં...

85 મિનિટની મીંટીગ

85 મિનિટની મીંટીગ

આ દ્રિપક્ષી બેઠક 85 મિનિટ સુધી ચાલી હતી. અને તેમાં ભારત અને ચીન વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ગહન ચર્ચા થઇ હતી.

એક વર્ષમાં પાંચમી વાર

એક વર્ષમાં પાંચમી વાર

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વિટ કરીને જણાવ્યું કે એક વર્ષમાં પાંચમી વાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ વચ્ચે દ્રિપક્ષીય બેઠક મળી છે. જે બતાવે છે કે બન્ને દેશો પોતાના સંબંધોને વધુ મજબૂત કરવા ઇચ્છી રહ્યા છે.

સખ્ત શબ્દોમાં વિરોધ

સખ્ત શબ્દોમાં વિરોધ

નોંધનીય છે કે આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં આતંકવાદી લખવી મામલે પાક. વિરુદ્ધ પગલા લેવાની વાતે નનામી ભરવાની વાતનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. અને તેમણે સખત શબ્દોમાં પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

પુરાવા અને પાક.ને નાણાંકિય મદદ

પુરાવા અને પાક.ને નાણાંકિય મદદ

વળી ચીનને લખવી વિરુદ્ધ નબળા પુરાવા આપ્યા છે તે વાતનો પણ તેમણે આ બેઠકમાં વિરોધ કર્યો હતો. સાથે જ ચીન દ્વારા પાક.ને 46 અરબ ડોલરની આર્થિક સહાયનો પણ ભારતે વિરોધ કર્યો હતો.

સંબંધોમાં ઊર્જા

સંબંધોમાં ઊર્જા

જો કે આ બેઠક બાદ વિદેશ સચિવ જયશંકર જાણકારી આપતા કહ્યું હતું કે બન્ને દેશોના સંબંધોમાં ઊર્જાનો સંચાર થયો છે. વધુમાં ચીન લખવી મામલે ભારતની વાતથી પ્રભાવિત થયું હોય તેવું પણ લાગ્યું હતું.

English summary
Prime Minister Narendra Modi today said he had a "comprehensive" meeting with Chinese President Xi Jinping and both of them are "strongly committed" to take bilateral ties to "new heights", a day after raising strong concerns over China's move to block action against Pakistan over Mumbai attack mastermind Zaki-ur-Rehman Lakhvi's release.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X