For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ ગ્લોબલ વોર્મિંગ પર અમેરિકા, બ્રિટનને જડ્યો તમાચો

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ તેમના ત્રણ દેશોના વિદેશ પ્રવાસ પર છે. જેના અંતર્ગત તે સોમવારે જર્મનીની રાજધાની બર્લિંન પહોંચ્યા. બર્લિંન પહોંચતા જ ભારતીય મૂળના લોકોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું.

બર્લિંનમાં મોદીએ સીમેંસ ટેક્નીકલ એકેડમીની મુલાકાત લીધી અને જર્મન વાઇસ ચાન્સલર સિગમાર ગ્રાબ્રિએલ પણ મળ્યા. વધુમાં મોદીએ બર્લિનમાં રહેતા ભારતીય સમુદાયને પણ સંબોધ્યો.

મોદીએ આ પ્રસંગે કહ્યું કે ભારતીય લોકોમાં કંઇક અલગ વિચારવાની શક્તિ છે. ભારત એક મેનીફેક્ચરિંગ હબ બની શકે છે. ગ્લોબલ વોર્મિંગ પર બોલતા મોદીએ કહ્યું કે વિશ્વભરના દેશો ભારતને અત્યારે સવાલ પૂછી રહ્યા છે કે ભારતે ગ્લોબલ વોર્મિંગ માટે શું કર્યું? આ દેશોએ જ ગ્લોબલ વોર્મિંગને આટલું વિકરાય સ્વરૂપ આપ્યું છે તે તો તે આપણને કયા મોઢે આ સવાલ પૂછે છે?વધુમાં તેમણે કહ્યું કે ભારત આવા સવાલોના જવાબ આપવા બંધાયેલું નથી.

ત્યારે બર્લિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ અત્યાર સુધી કેવો રહ્યો તે જાણવા માટે આ સ્લાઇડર રિફ્રેશ કરતા રહો. અમે તમને તસ્વીરોના માધ્યમથી આ તમામ સમાચારની અપડેટ આપતા રહીશું..

મોદી પહોંચ્યા બર્લિન

મોદી પહોંચ્યા બર્લિન

સોમવારે, બર્લિનના ટેગેલ એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉતર્યા.

બર્લિન પહોંચ્યા મોદી

બર્લિન પહોંચ્યા મોદી

બર્લિનમાં મુલાકાત વિભાગના ચીફ પીટર સુઅરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બર્લિનમાં સ્વાગત કર્યું.

બર્લિનમાં ઉઠી મોદી, મોદીની ગૂંજ

બર્લિનમાં ઉઠી મોદી, મોદીની ગૂંજ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બર્લિનની હોટલની ભારત બહુ મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકોએ મોદીનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું. તમામ લોકો તેમની એક ઝલક મેળવા અને તેમની જોડે હાથ મેળવવા માટે પડાપડી કરી રહ્યા હતા.

સિમેન્સની મુલાકાત

સિમેન્સની મુલાકાત

ત્યારબાદ વડાપ્રધાને સિમેન્સ કંપનીની મુલાકાત લીધી. ત્યાં તે સિમેન્સના સીઇઓ જો કેસેરને મળ્યા.

મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે રમૂજ

મોદીએ કરી વિદ્યાર્થીઓ સાથે રમૂજ

સિમેન્સ કંપનીની મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક તાલીમાર્થી એક નાનું બર્લિન ટીવી ટાવર આપ્યું. જેને જોઇને મોદી ખુશ થઇ ગયા.

વિદ્યાર્થીઓ સાથે વાતચીત

વિદ્યાર્થીઓ સાથે વાતચીત

મોદીએ સિમેન્સ કંપનીમાં વિદ્યાર્થીઓ જોડે સંવાદ કર્યો. એક ટ્રેની દ્વારા બનાવેલા કોફી મશીનને આ ફોટા વડાપ્રધાન ધ્યાનથી જોઇ રહ્યા છે.

મોદીએ સંબોધ્યો ભારતીય સમાજને

મોદીએ સંબોધ્યો ભારતીય સમાજને

ત્યારબાદ મોદીએ બર્લિનમાં ભારતીય સમાજને સંબોધ્યો. અહીં તેમણે અનેક મહત્વ પૂર્ણ મુદ્દા ઉઠાવ્યા.વધુમાં તેમણે કહ્યું કે ભારતીય લોકો જોડે અલગ વિચારવાની શક્તિ છે.

મોદીએ કહ્યું ભારતમાં છે તાકાત

ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે ભારતનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવું તે ભારતના સ્વાભિમાનની એક ચળવળ છે.

મોદીએ સંસ્કૃત માટે કંઇ આમ કહ્યું

મોદીએ સંસ્કૃત માટે કંઇ આમ કહ્યું

નોંધનીય છે કે જર્મનીમાં સંસ્કૃત ભાષાને ભારે મહત્વ આપવામાં આવે છે અને ત્યાં સંસ્કૃત ભાષાની સ્કૂલો પણ ચાલે છે. ત્યારે આ મામલે બોલતા મોદી કહ્યું કે ભારતમાં સંસ્કૃતને સંપ્રદાયિકતાથી જોડવામાં આવે છે જે અયોગ્ય છે. ભારતની બિનસંપ્રદાયિકા એટલી નબળી નથી કે તે એક ભાષાના ઉપયોગથી ડગમગી જાય.

ગ્લોબલ વોર્મિંગ પર વિશ્વને તમાચો

ભારતીય મૂળના લોકોને સંબોધતા મોદી કહ્યું કે આજે આખું વિશ્વ ભારતને પૂછે છે કે તે ગ્લોબલ વોર્મિંગ માટે તે શું કરી રહ્યું છે? જ્યારે હકીકત તો એ છે કે ભારતનું ગેસ ઉત્સર્જન સૌથી ઓછું છે. વધુમાં અમેરિકા જેવા દેશોને તમાચો ચોડતા મોદીએ કહ્યું કે આ એ જ દેશો છે જેમણે સૌથી વધુ ગ્લોબલ વોર્મિંગ કર્યું છે તે જવાબદાર છે, તેમ છતાં અમને પૂછે છે?

મોદી મળ્યા જર્મન મંત્રીને

જર્મનીના આર્થિક અને ઉર્જા મંત્રી, તથા વાઇસ ચાન્સેલર સીગમાર ગેબ્રિયલને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મળ્યા હતા.

મોદી મળ્યા બોઝના પરિવારને

મોદી મળ્યા બોઝના પરિવારને

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બર્લિનમાં સુભાષ ચંદ્ર બોઝના ભત્રીજાના પુત્ર સૂર્ય કુમાર બોઝને મળ્યા. જ્યાં બોઝે મોદીને
સુભાષ ચંદ્રની ગુપ્ત માહિતીઓ સાર્વજનિક કરવાનું નિવેદન કર્યું.

English summary
Narendra Modi slams nations for questioning India over global warming
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X