For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાને પણ છે મોદીને મળવાની આતુરતા

|
Google Oneindia Gujarati News

barak obama
વોશિંગ્ટન, 27 સપ્ટેમ્બર: અમેરિકાનું કહેવું છે કે તે ભારત-અમેરિકા સંબંધોને ખૂબ જ મહત્વ આપે છે અને રાષ્ટ્રપતિ બરાક ઓબામા એ વચનને પૂર્ણ કરવા માટે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવાની રાહ જોઇ રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જોશ અર્નેસ્ટે શુક્રવારે પત્રકારોને જણાવ્યું કે હું એ કહી શકું છું કે આ પ્રવાસ ભારત-અમેરિકા રણનીતિ ભાગીદારીને પ્રોત્સાહનની દિશામાં ભાગીદારીના હિતોને ઘણા મુદ્દાઓ પર ચર્ચાની તક બની રહેશે.

તેમણે ઓબામા અને મોદીની યોજાનારી મુલાકાત પહેલા જણાવ્યું કે આ ભાગીદારીને તેમનો દેશ અને વ્હાઇટ હાઉસ ખૂબ જ મહત્વ આપે છે. મોદી 29 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં ખાનગી દાવતમાં ભાગ લેશે અને પછી મંગળવારે ઓવલ ઓફિસમાં દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરશે.

ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેન પણ દાવત દરમિયાન હાજર રહેશે. ત્યારબાદ 30 સપ્ટેમ્બર વિદેશ મંત્રી જોન કેરી મોદી માટે વિદેશ મંત્રાલયમાં દાવતનું આયોજન કરશે. અર્નેસ્ટે જણાવ્યું કે વાર્તા દરમિયાન બંને નેતા ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટેના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

અર્નેસ્ટે જણાવ્યું કે અમે અફગાનિસ્તાન, સીરિયા અને ઇરાક સહિત વિસ્તાર મુદ્દાઓ પર ધ્યાન આપીશું, જ્યાં ભારત અને અમેરિકા સકારાત્મક પરિણામ માટે સહયોગિયોની સાથે કામ કરશે. તેમણે જણાવ્યું, કે રાષ્ટ્રપતિ પોતે બંને દેશોની જનતાને લાભાન્વિત કરવાના ઉદ્દેશ્યથી ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીના વચનને પૂર્ણ કરવા માટે ભારતીય વડાપ્રધાનની સાથે કામ કરવા ઇચ્છે છે.

નવરાત્રિના કારણે મોદી વ્રત પર છે, દાવત દરમિયાન તેમના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે તેના અંગે પૂછવા પર તેમણે જણાવ્યું કે 'અમે વ્હાઇટ હાઉસમાં આવનારા પ્રમુખ નેતાઓની જરૂરીયાતોનું સન્માન કરવાની કોશીશ કરીએ છીએ અને અમે તેમના રીતિ-રિવાજનું પણ સન્માન કરીએ છીએ.'

English summary
American president Barack Obama also eager to meet PM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X