For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી :હું કઝાકિસ્તાનમાં નવા સંબંધોની શરૂઆત કરવા આવ્યો છું

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 6 દેશોની વિદેશ યાત્રા અંતર્ગત ગઇકાલે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશંકદ પહોંચ્યા હતા. ત્યારે આજે તેમની યાત્રાના બીજા દિવસે તેમણે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીના સ્મારક સ્થળની મુલાકાત લઇને તેમને પુષ્પાજંલિ અર્પી હતી. નોંધનીય છે કે 1966માં તેમનું અહીં નિધન થયું હતું. જે બાદ અહીં શાસ્ત્રી સ્ટ્રિટ બનાવામાં આવી છે. જ્યાં તેમનું એક સ્મારક પણ છે.

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંના ભારતીય સમુદાયના લોકોને પણ મળ્યા હતા. આ પહેલા તેમણે હિંદી છાત્રોને સંબોધિત કર્યા હતા અને એક ડિક્સનેરીનું પણ વિમોચન કર્યું હતું.

નોંધનીય છે કે આ મુલાકાત દરમિયાન બન્ને દેશો વચ્ચે આંતકવાદ મામલે મહત્વપૂર્ણ ચર્ચા થઇ. તથા દૂતાવાસ, સંસ્કૃતિ અને પર્યટન જેવા વિષય પર બન્ને દેશોએ કરાર પણ કર્યા. વધુમાં સાઇબર ક્રાઇમ અને સુરક્ષા સહયોગ બનાવવા મામલે પણ મહત્વની ચર્ચાઓ થઇ.

ત્યારે વડાપ્રધાનની ઉઝબેકિસ્તાનની આ બે દિવસીય યાત્રા કેવી રહી તેની તમામ જાણકારી મેળવો આ ફોટોસ્લાઇડરમાં. સાથે જ વડાપ્રધાનના આ પ્રવાસની કેટલીક ખાસ અને રોચક માહિતી પણ જાણો..

કઝાકિસ્તાનમાં મોદીનું સંબોધન

કઝાકિસ્તાનમાં મોદીનું સંબોધન

કઝાકિસ્તાનમાં મોદીને ત્યાંની પ્રસિદ્ધ યુનિવર્સિટીમાં સંબોધન કર્યું. તેમણે કહ્યું કે એક સારા પડોશી તરીકે કઝાકિસ્તાન હંમેશા ભારતની પડખે રહ્યું છે. અને હું અહીં અમારા સંબંધોનું નવું પ્રકરણ લખવા આવ્યો છું.

મોદીએ લીધી નઝરબાયેવ યુનિવર્સિટીની મુલાકાત

મોદીએ લીધી નઝરબાયેવ યુનિવર્સિટીની મુલાકાત

પોતાની યાત્રાની શરૂઆત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંની જાણીતી યુનિવર્સિટી નઝરબાયેવની મુલાકાત લીધી હતી. આ સમયે કઝાકિસ્તાનના વડાપ્રધાન કરીમ પણ મોદીની સાથે હતા.

મોદીએ કરી પીએમ કરીમથી મુલાકાત

મોદીએ કરી પીએમ કરીમથી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસ્તાનામાં કઝાકિસ્તાનના વડાપ્રધાન કરીમ મસીમોવ સાથે ખાસ મુલાકાત કરી હતી. વધુમાં તેમણે પાંચ હજાર ટન યુરેનિયમ ડિલ મામલે પણ મહત્વપૂર્ણ ચર્ચા કરી.

કઝાકિસ્તાન પહોંચ્યા મોદી

કઝાકિસ્તાન પહોંચ્યા મોદી

ઉઝબેકિસ્તાન બાદ વડાપ્રધાન તેમની યાત્રાના બીજા પડાવ રૂપે કઝાકિસ્તાનની રાજધાની અસ્તાના પહોંચ્યા.

પીએમનું સ્વાગત

પીએમનું સ્વાગત

કઝાકિસ્તાનમાં મોદી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કઝાકિસ્તાનના વડાપ્રધાન કરીમ મસીમોવે મોદીનું એરપોર્ટ પર અભિવાદન કર્યું. વધુમાં મોદીએ ટ્વિટ કરીને ત્યાંની ભાષા તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે આભાર માન્યો.

શાસ્ત્રી સ્ટ્રિટ

શાસ્ત્રી સ્ટ્રિટ

નોંધનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી વર્ષ 1966માં અહીં આવ્યા હતા. જે બાદ તેમનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. ત્યારે તેમની યાદમાં તાશંકદમાં આ સ્ટ્રિટને શાસ્ત્રી સ્ટ્રિટ નામ આપવામાં આવ્યું છે.

લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાજંલિ

લાલ બહાદૂર શાસ્ત્રીને શ્રદ્ધાજંલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની વિદેશ યાત્રાના બીજા દિવસે તાશંકદમાં આવેલ લાલ બહાદૂર શાસ્ત્રીના સ્મારક સ્થળની મુલાકાત લઇ, તેમને પુષ્પાજંલિ અર્પી.

બાળકોને મળ્યા

બાળકોને મળ્યા

સાથે આ પ્રસંગે વડાપ્રધાન ઉઝબેકિસ્તાન અને ભારતીય મૂળના બાળકોને પણ મળ્યા અને તેમની જોડે વાતચીત કરી.

રાષ્ટ્રિય સ્મારકની મુલાકાત

રાષ્ટ્રિય સ્મારકની મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રિય સ્મારકની મુલાકાત લીધી હતી. જે આઝાદી અને માનવતાના પ્રતીક છે. આ સ્મારકમાં એક માતા તેના બાળકને તેના ખોળામાં રમાડી રહી છે અને આ વાત્સ્લય પર દુનિયાનો આ ટકી છે તેવું આ સ્મારકમાં બતાવવામાં આવ્યું છે.

પીએમનો જન્મદિવસ

નોંધનીય છે કે મોદી ઉઝબેકિસ્તાનથી આજે કઝાકિસ્તાન જવાના છે. ત્યારે આજે કઝાકિસ્તાનના વડાપ્રધાનનો જન્મદિવસ હોવાથી ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

ડિક્સનરીનું વિમોચન

ડિક્સનરીનું વિમોચન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં હિંદી વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાય દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં પણ હાજરી આપી. જેમાં તેમણે ઉઝબેક-હિંદી ડિક્સનરીનું વિમોચન પણ કર્યું.

મેરી ઝોહરા જબી ગીત સાંભળ્યું

ત્યારે અહીંના ભારતીય સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ખાસ હિંદી ગીતોની ધૂન વગાડવામાં આવી. જેમાં મેરી ઝોહરે ઝબી અને યે દેશ હૈ વીર જવાનો કા જેવા ગીતોની ધૂનને વગાડવામાં આવી

કથ્થક અને ઉઝબેક ફોક

કથ્થક અને ઉઝબેક ફોક

વધુમાં અહીં કથ્થક અને ઉઝબેક ફોકનું અનોખું ફ્યૂઝન નૃત્ય પણ ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.

ભારતીય સમુદાય સાથે મુલાકાત

ભારતીય સમુદાય સાથે મુલાકાત

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉઝબેકિસ્તામાં રહેતા ભારતીય સમુદાયના લોકો અને નેતાઓની પણ મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓ સાથે મુલાકાત

વિદ્યાર્થીઓ સાથે મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન શાવકત મીરોમોનોવિચ મિર્ઝીયોયેવે વિદ્યાર્થીઓ સાથે ફોટા પડાવ્યા.

સંસ્કૃતિને જાણી

સંસ્કૃતિને જાણી

સાથે જ વડાપ્રધાન ઉઝબેકિસ્તાનના સાહિત્યમાં પણ ખાસ રસ દાખવ્યો. જેમ કે આ ફોટોમાં તે એક ઉઝબેકિસ્તાનની જાણીતી લેખિકા દ્વારા હિન્દી ભાષામાં લખાયેલા તેના પુસ્તક અંગે તેની જોડે ચર્ચા કરી રહ્યા છે.

ભેટ

પોતાની ભેટ જાણીતા તેવા મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ, ઇસ્લામ કરિમોવને પ્રસિદ્ધ સૂફી સંત અમીર ખુસરોનું પુસ્તક ખામસા-એ-ખુસરો ભેટમાં આપ્યું. આ પુસ્તક ફારસી ભાષામાં લખાયેલું છે. વળી ઉત્તરપ્રદેશમાં જન્મેલા સૂફી સંત ખુસરોના પિતા ઉઝબેકિસ્તાનના હતા. જે ધ્યાનમાં રાખીને મોદીએ આ પુસ્તક ભેટમાં આપ્યું છે.

ભોજમાં મોદીએ બિરીયાની ખાધી

સોમવાર રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનમાં ખાસ રાષ્ટ્રિય ભોજનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોદી માટે ખાસ શાકાહારી મેનુ તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યારે જુઓ આ મેનુની તસવીર.

આતંકવાદ પર ચર્ચા

આતંકવાદ પર ચર્ચા

નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇસ્લામ કરિમોવ સાથે આંતકવાદ, પરમાણુ ઊર્જા અને પરસ્પર સહયોગ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. વધુમાં આતંકવાદ મામલે દ્વિપક્ષીય બેઠક યોજવા પર પણ બન્ને દેશોએ સહમતિ દર્શાવી.

કરાર

કરાર

બન્ને દેશો વચ્ચે ત્રણ મહત્વના કરારો થયો જેમાં દૂતાવાસ, સંસ્કૃતિ અને પર્યટન પર સહયોગ વધારવાની વાત કરવામાં આવી. સાથે જ ઉઝબેકિસ્તાને ભારતમાં ટેકનોલોજી, ઊર્જા અને કૃષિ ક્ષેત્રે રોકાણ કરવામાં પણ રસ દાખવ્યો.

ગાર્ડ ઓફ ઓનર

ગાર્ડ ઓફ ઓનર

સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ઉઝબેકિસ્તાનની રાજધાની તાશંકદ પહોંચ્યા ત્યારે તેમને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇસ્લામની હાજરીમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું.

પીએમ કર્યું સ્વાગત

પીએમ કર્યું સ્વાગત

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉઝબેકિસ્તાનની રાજધાની તાશંકદના એરપોર્ટ પર ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન શાવકત મીરોમોનોવિચ મિર્ઝીયોયેવે ભવ્ય સ્વાગત કર્યું હતું.

મોદીએ આ પ્રવાસને સફળ કહ્યો

મોદીએ આ પ્રવાસને સફળ કહ્યો

નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે તેમના મધ્ય એશિયાના પ્રવાસની શરૂઆત ઉઝબેકિસ્તાનથી કરવા ઇચ્છતા હતા. તેમણે પોતાની આ યાત્રા બન્ને દેશો માટે ફાયદાકારક રહેશે તેવી આશા સેવી હતી. વધુમાં તેમણે પોતાની આ યાત્રાને સફળ કહી હતી. અને તેમણે ઉઝબેકિસ્તાનના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિનો પણ આભાર માન્યો હતો.

English summary
Prime Minister Narendra Modi on Monday said India and Uzbekistan have agreed to intensity security cooperation, as well as in the fields of defence and cyber security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X