For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાએ?

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન ડીસી, 30 સપ્ટેમ્બર : અમેરિકાની ચાર દિવસની મુલાકાત યાત્રાના આજે છેલ્લા દિવસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો દિવસ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરી હતી. ત્યાર બાદ ભારતીય એમ્બેસી, મેરી લેન્ડના ગવર્નર સાથે મુલાકાત યોજી હતી.

આજે નરેન્દ્ર મોદી અમેરિકાના સુરક્ષા સચિવને મળીને ભારતીય સમય અનુસાર રાત્રે 9.15 વાગે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઇટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. આ દ્વિપક્ષીય વાર્તામાં તેમણે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી હતી. જેમાં રક્ષા, સુરક્ષા અને વ્યાપારનો સમાવેશ થતો હતો. તેમણે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓથી જોખમને પગલે પશ્ચિમ એશિયાની વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી.

narendra-modi-in-whitehouse-for-bilateral-talks-with-us-president-barack-obama-sept-30-1

વ્હાઇટ હાઉસની વેસ્ટ વિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે બંધ બારણે દ્વિપક્ષીય વાટાઘાટ બાદ તેમણે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ સંયુક્ત કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાએ શું કહ્યું તે જાણવા અને વિડિયો જોવા આગળ ક્લિક કરો...

બરાક ઓબામાએ શું કહ્યું?

બરાક ઓબામાએ શું કહ્યું?


અમે ભારતીય વડાપ્રધાન સાથે વાતચીત થઇ એ મુજબ ભારત સાથે મહત્વના પડકારો ઉપરાંત અન્ય ક્ષેત્રોમાં પણ કામ કરવા માંગીએ છીએ.

બંને દેશો વચ્ચે કયા ક્ષેત્રે કરાર

બંને દેશો વચ્ચે કયા ક્ષેત્રે કરાર


રક્ષા, સુરક્ષા, ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોમાં દ્વિપક્ષીય કરાર કરવામાં આવશે.

સ્માર્ટ સિટિમાં અમેરિકાનો સહયોગ

સ્માર્ટ સિટિમાં અમેરિકાનો સહયોગ


ભારતના અલ્હાબાદ, અજમેર અને વિઝાગને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે યુએસ મુખ્ય ભાગીદાર બનશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?


સૌ પ્રથમ મિ. પ્રેસિડેન્ટ ઓબામાના નિમંત્રણ અને ગર્મજોશી સાથે સ્વાગત અંગે તેમને આભાર વ્યક્ત કરવા માંગુ છું. મારા પદ ગ્રહણના થોડા જ મહિનાઓમાં તેમની સાથે મુલાકાત થઇ તેનો આનંદ છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

મજબુત ભાગીદારી
ભારત અને અમેરિકા વચ્ચે માર્સ પર સમિટ બાદ હવે ધરતી પર બેઠક યોજવાનો એક સંયોગ છે. આ યાત્રા દરમિયાન મિ. ઓબામા સાથે થયેલી વાતચીતને આધારે મને વિશ્વાસ બેઠો છે કે અમારા દ્વિપક્ષીય સંબંધો અને વિકાસ મુદ્દે અમે મજબુત ભાગીદારી ધરાવીશું.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ભારત આર્થિક નીતિઓઓમાં સુધારો કરશે
પ્રેસિડન્ટ ઓબામા અને મેં વર્તમાન સ્થિતઓ અંગે ચર્ચા કરી. ભારત આર્થિક વિકાસ અને પરિવર્તનની દિશામાં આગળ વધશે. ભારત પોલિસી અને બિઝનેસ પ્રોસેસીસ બદલશે જેથી આર્થિક તકો વધશે. જેના કારણે ભારત અમેરિકાના આર્થિક સંબંધોનો તીવ્ર ગતિએ વિકાસ થશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ભારતીય કંપનીઓ માટે માર્ગ મોકળો કરો
મેં પ્રેસિડેન્ટ ઓબામાને આગ્રહ કર્યો છે કે તેઓ એવા પગલાં ઉઠાવે જેથી ભારતની સેવા કંપનીઓ અમેરિકા માર્કેટમાં સરળતાથી આગળ વધી શકે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ન્યુક્લિયર કૉ ઑપરેશન
સિવિલ ન્યુક્લિયર કૉ ઑપરેશન મુદ્દે ગંભીરતાથી આગળ વધવા માંગીએ છીએ. આ ભારતની એનર્જી સિક્યુરીટી માટે મહત્વનું છે. આ માટે એક પ્રસ્તાવ લાવવા માંગીએ છીએ.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

WTO અંગે
ભારત WTOના ટ્રેડ ફેલિસિટેશનને આવકારે છે. પણ અમારી ઇચ્છા છે કે તેઓ અમારી ફૂડ સિક્યુરિટીની સમસ્યા સમજે અને જરૂરી ઉકેલ લાવે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ક્લાઇમેટ ચેન્જ
ક્લાઇમેટ ચેન્જ બંને દેશો માટે મહત્વના છે. તેમાં બંને દેશો સહયોગ વધારશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

આંતરરાષ્ટ્રીય પડકારો
આંતરરાષ્ટ્રીય પડકારોના મુદ્દે એશિયા પેસિફિક વિસ્તારો મુદ્દે ચર્ચા થઇ. અમેરિકા ભારતની લૂક ઇસ્ટ, લિંક વેસ્ટ પોલિસીનો અંતરંગ ભાગ છે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

આતંકવાદ
આતંકવાદ કોઇ પણ દેશ માટે ગંભીર સમસ્યા છે. તેને નાથવા બંને દેશો વચ્ચે કાઉન્ટર ટેરરિઝ્મ અને ઇન્ટેલિજન્સ સહયોગ વધારાશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન લોકોએ હિંસા પર વિજય મેળવ્યો છે. અમે બંને દેશો તેને અમારી સહાય ચાલુ રાખીશું અને સહયોગ આપીશું.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇબોલા ઇન આફ્રિકા
આફ્રિકામાં ઇબોલા ક્રાઇસિસ અંગે બંને દેશ ચિંતિત છે. ભારત 10 મિલિયનની મદદ આપશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

સિક્યુરિટી ડાયલોગ
ભારતના ડિફેન્સ ઉદ્યોગમાં અમેરિકાની કંપનીઓને આવકારું છું. અમેરિકા ભારતમાં પ્રસ્તાવિત નેશનલ ડિફેન્સ યુનિવર્સિટીના નિર્માણમાં નોલેજ પાર્ટનર બનીને સહયોગ આપશે. આ ઉપરાંત ભારત અને અમેરિકા વચ્ચેના ડિફેન્સ કૉઑપરેશન માટેના ફ્રેમવર્ક એગ્રીમેન્ટને વધુ 10 વર્ષ માટે રિન્યુ કરવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ભારતમાં પધારો
મેં મિસ્ટર ઓબામા અને તેમના પરિવારને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું છે. હું મિ. ઓબામા, અમેરિકાના નાગરિકો અને ખાસ કરીને ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટીનો આભાર માનુ છું. મીડિયાનો આભાર માનુ છું.

પ્રેસ કોન્ફરન્સનો વિડિયો

નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનો વિડિયો

English summary
ModiInAmerica : Narendra Modi and Barack Obama address joint press conferance after bilateral talks in White House.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X