For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેલ્ફીના ચક્કરમાં પકડાઇ ગઇ આ યુવતી!

|
Google Oneindia Gujarati News

આઇફોનની ચોરી કરનાર આ યુવતી સેલ્ફી લેતા ખુદને રોકી શકી નહીં અને તેની સેલ્ફીએ જ તેને પકડાવી દીધી. સમાચારપત્ર 'યૂએસએ ટૂડે' અનુસાર, ઘટના અમેરિકાના ડેનવરની છે. વાસ્તવમાં બન્યું એવું કે ચોરીના આઇફોનથી લેવામાં આવેલી સેલ્ફી એની જાતે જ ફોનના માલિકના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ થવા લાગી.

ફોની અસલી માલિકના ફેસબુક પેજ પર પોસ્ટ થઇ ગઇ આ સગીર ચોરની તસવીર તેની ભાળ મેળવવામાં કારગર સાબિત થઇ. પોલીસે આ તસવીરો ચારેય તરફ પ્રસારિત કરાવી દીધી, જેનાથી ચોરની માતાને ચોરીની ખબર પડી અને પોતાની 17 વર્ષીય બાળકી પાસેથી ફોન લઇને તેની અસલી માલિકને પાછો આપી દીધો.

iphone
ફોનની માલિક 23 વર્ષીય રોલી બિંઘમે જણાવ્યું કે તેઓ 21 માર્ચમાં સાંજે બે વાગ્યે એક બારમાં હતી, જ્યારે એક મહિલા તેમને મળી અને શંકાસ્પદ રીતે તેમની પાસે આવી ગઇ. બિંઘમે જણાવ્યું કે 'તે કંઇ કહેવા માટે મારા કાન સુધી આવી. અને ત્યાં શોરબકોર હતો, મને મારા પર્સમાં કઇ સ્પર્શનો અહેસાસ થયો.'

જ્યારે બિંઘમને ખબર પડી એ સગીર ચોર તેનો આઇફોન ચોરીને ફરાર થઇ ગઇ હતી. બિંઘમને પોતાના આઇફોનના ચોરી થવાની જાણ ત્યારે થઇ જ્યારે તેણે પોતાનું ફેસબુક એકાઉંટ ઓપન કર્યું. બિંઘમે વાસ્તવમાં પોતાના ફોનમાં એક સેટિંગ કરી રાખ્યું હતું, જેનાથી ફોનથી લેવામાં આવેલી તમામ તસવીર ફેસબુકના એક ખાનગી ફોલ્ડરમાં જાતે જ સેવ થઇ જાય છે.

English summary
After a womans iPhone was taken at a bar, she says she found dozens of selfies by a stranger that were being automatically uploaded to her Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X