For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : મોનિકાએ ક્લિન્ટન સાથેના લવ અફેર અંગે ફરી શું કહ્યું?

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 7 મે : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની પ્રેમિકા મોનિકા લેવિંસ્કીએ દાયકા બાદ ક્લિન્ટન સાથેના પોતાના પ્રણયફાગ અંગેનું મૌન તૌડ્યું છે. મોનિકાએ બિલ ક્લિન્ટન સાથેના પોતાના પ્રેમ સંબંધો માટે અત્યારે અફસોસ વ્યક્ત કર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ'ની પૂર્વ ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કી હાલ 40 વર્ષના થયા છે. તેમણે પોતાની લાગણીઓ અને વ્યથા બોલીને નહીં પણ લખીને વ્યક્ત કરી છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર મહિલાઓના લોકપ્રિય મેગેઝિન વેનિટી ફેરના 8 મેના અંકમાં તેમણે એક લેખ લખ્યો છે. આ લેખમાં તેમણે પોતાની લાગણીઓ અંગેના નવા ખુલાસા કર્યા છે. આ ખુલાસાઓ શું છે તે જાણવા આગળ ક્લિક કરો...

સૌ પહેલા અફસોસ દર્શાવ્યો

સૌ પહેલા અફસોસ દર્શાવ્યો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટન સાથે અફેરને કારણે ચર્ચામાં આવેલી મોનિકા લેવિંસ્કીએ પહેલી વાર ક્લિંટન સાથેના પ્રેમ પ્રકરણ મુદ્દે વર્ષો બાદ વાત કરી છે. તેણે આ પ્રેમ પ્રકરણ મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો છે.

શબ્દોમાં ઝલકતું મોનિકાનું દર્દ

શબ્દોમાં ઝલકતું મોનિકાનું દર્દ

મોનિકાએ લખ્યું છે, 'મારા અને રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટન વચ્ચે જે પણ થયું, તેનો મને ખૂબ પસ્તાવો છે, હું ફરી કહું છું, જે પણ થયું મને તેનો ખૂબ અફસોસ છે.'

21 વર્ષે બંધાયો હતો સંબંધ

21 વર્ષે બંધાયો હતો સંબંધ

લેવિંસ્કીએ વૈનિટી ફેયર મેગેઝિનમાં લખેલા લેખમાં જણાવ્યું છે કે'1995માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ સાથેના તેના સંબંધો બંધાયા હતા. તે સમયે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ સંબંધ પારસ્પરિક સહમતી સાથેનો હતો.'

મોં બંધ રાખવા રૂપિયા મળ્યાની વાત ખોટી

મોં બંધ રાખવા રૂપિયા મળ્યાની વાત ખોટી

મોનિકા લેવિંસ્કીએ ક્લિંટન અને તેમના પત્ની હિલેરીએ તેને આ વિશે વાત ન કરવા માટે રૂપિયા આપ્યા હોવાની વાતને પણ તેણે રદિયો આપ્યો છે. લેવિંસ્કીએ લખ્યું છે 'અફેર પછી જે સ્કેન્ડલ થયું તેના કારણે તે આપઘાત કરવાની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ તેણે ક્યારેય આવો પ્રયાસ ન કર્યો.'

જાહેર જીવનથી દૂર રહેવા મજબૂર

જાહેર જીવનથી દૂર રહેવા મજબૂર

ક્લિંટન સાથેના પ્રકરણ બાદ મોનિકાનું જીવન ખૂબ દુષ્કર બન્યું હતું, તેને અમેરિકામાં કોઈ કામ નહોતું આપી રહ્યું. આ સાથે જ તે જાહેર જીવનથી પણ દૂર રહેવા લાગી હતી.

1998માં થયો હતો અફેરનો ઘટસ્ફોટ

1998માં થયો હતો અફેરનો ઘટસ્ફોટ

ક્લિંટન અને લેવિંસ્કીના અફેરની વાતો 1998માં સામે આવી હતી. જેને કારણે ક્લિન્ટનની ગાદી છીનવાઇ અને તેમની ઉપર ખટલો પણ ચલાવાયો હતો.

મનને વ્યસ્ત રાખવા કર્યો અભ્યાસ

મનને વ્યસ્ત રાખવા કર્યો અભ્યાસ

મોનિકાએ કહ્યું કે 1998માં અફેર સ્કેન્ડલ બહાર આવતા ક્લિન્ટને તેમને વ્હાઇટ હાઉસમાંથી હડસેલી દીધા હતા. ત્યાર બાદ મનને અન્યત્ર પરોવવા માટે તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સોશિયલ સાયકોલોજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. જો કે ત્યાર બાદ નોકરી મળવી મુશ્કેલ થઇ ગઇ હતી.

બોસે ફાયદો ઉઠાવ્યો

બોસે ફાયદો ઉઠાવ્યો

મોનિકા લખે છે કે 'મારા બોસે મારો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ પરસ્પર સમજુતિને કારણે હું આ સંબંધો ટકાવવા મક્કમ રહી હતી.'

4300 શબ્દોમાં બળાપો

4300 શબ્દોમાં બળાપો

વૈનિટી પેર મેગેઝિનમાં મોનિકા લેવિંસ્કીએ 4300 શબ્દોનો એક નિબંધ લખ્યો છે જે સાડા છ પાનામાં આવરી લેવામાં આવ્યો છે. તે ગુરુવારે 8 મેના રોજ પ્રકાશિત થશે.

વ્યથા સાથે જીવવું પડશે

વ્યથા સાથે જીવવું પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન 'વ્હાઇટ હાઉસ'ની પૂર્વ ઇન્ટર્ન મોનિકા લેવિંસ્કી હાલ 40 વર્ષના થયા છે. તેમણે લખ્યું છે કે આ સંબંધ સાથે જોડાયેલી લાગણીઓ અને વ્યથા આજીવન રહેશે.

સૌ પહેલા અફસોસ દર્શાવ્યો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટન સાથે અફેરને કારણે ચર્ચામાં આવેલી મોનિકા લેવિંસ્કીએ પહેલી વાર ક્લિંટન સાથેના પ્રેમ પ્રકરણ મુદ્દે વર્ષો બાદ વાત કરી છે. તેણે આ પ્રેમ પ્રકરણ મુદ્દે અફસોસ વ્યક્ત કર્યો છે.

શબ્દોમાં ઝલકતું મોનિકાનું દર્દ
મોનિકાએ લખ્યું છે, 'મારા અને રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિંટન વચ્ચે જે પણ થયું, તેનો મને ખૂબ પસ્તાવો છે, હું ફરી કહું છું, જે પણ થયું મને તેનો ખૂબ અફસોસ છે.'

21 વર્ષે બંધાયો હતો સંબંધ
લેવિંસ્કીએ વૈનિટી ફેયર મેગેઝિનમાં લખેલા લેખમાં જણાવ્યું છે કે'1995માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ સાથેના તેના સંબંધો બંધાયા હતા. તે સમયે તેની ઉંમર માત્ર 21 વર્ષની હતી. આ સંબંધ પારસ્પરિક સહમતી સાથેનો હતો.'

મોં બંધ રાખવા રૂપિયા મળ્યાની વાત ખોટી
મોનિકા લેવિંસ્કીએ ક્લિંટન અને તેમના પત્ની હિલેરીએ તેને આ વિશે વાત ન કરવા માટે રૂપિયા આપ્યા હોવાની વાતને પણ તેણે રદિયો આપ્યો છે. લેવિંસ્કીએ લખ્યું છે 'અફેર પછી જે સ્કેન્ડલ થયું તેના કારણે તે આપઘાત કરવાની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ તેણે ક્યારેય આવો પ્રયાસ ન કર્યો.'

જાહેર જીવનથી દૂર રહેવા મજબૂર
ક્લિંટન સાથેના પ્રકરણ બાદ મોનિકાનું જીવન ખૂબ દુષ્કર બન્યું હતું, તેને અમેરિકામાં કોઈ કામ નહોતું આપી રહ્યું. આ સાથે જ તે જાહેર જીવનથી પણ દૂર રહેવા લાગી હતી.

1998માં થયો હતો અફેરનો ઘટસ્ફોટ
ક્લિંટન અને લેવિંસ્કીના અફેરની વાતો 1998માં સામે આવી હતી. જેને કારણે ક્લિન્ટનની ગાદી છીનવાઇ અને તેમની ઉપર ખટલો પણ ચલાવાયો હતો.

મનને વ્યસ્ત રાખવા કર્યો અભ્યાસ
મોનિકાએ કહ્યું કે 1998માં અફેર સ્કેન્ડલ બહાર આવતા ક્લિન્ટને તેમને વ્હાઇટ હાઉસમાંથી હડસેલી દીધા હતા. ત્યાર બાદ મનને અન્યત્ર પરોવવા માટે તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સોશિયલ સાયકોલોજીનો અભ્યાસ શરૂ કર્યો હતો. જો કે ત્યાર બાદ નોકરી મળવી મુશ્કેલ થઇ ગઇ હતી.

બોસે ફાયદો ઉઠાવ્યો
મોનિકા લખે છે કે 'મારા બોસે મારો ફાયદો ઉઠાવ્યો હતો. પરંતુ પરસ્પર સમજુતિને કારણે હું આ સંબંધો ટકાવવા મક્કમ રહી હતી.'

4300 શબ્દોમાં બળાપો
વૈનિટી પેર મેગેઝિનમાં મોનિકા લેવિંસ્કીએ 4300 શબ્દોનો એક નિબંધ લખ્યો છે જે સાડા છ પાનામાં આવરી લેવામાં આવ્યો છે. તે ગુરુવારે 8 મેના રોજ પ્રકાશિત થશે.

English summary
former White House intern Monica Lewinsky now 40, writes in an article in the coming issue of Vanity Fair magazine, “I, myself, deeply regret what happened between me and President Clinton. Let me say it again: I. Myself. Deeply. Regret. What. Happened.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X