India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંકીપોક્સે WHOની ચિંતા વધારી, આપાતકાલીન બેઠક યોજાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 જૂન : કોરોના મહામારીમાંથી બોધપાઠ લઈને વિશ્વ આરોગ્ય સંસ્થા હવે મંકીપોક્સને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી. મંકીપોક્સે WHOની ચિંતા વધારી છે, શું મંકીપોક્સ મેડિકલ ઈમરજન્સીનું કારણ બની શકે છે? તેનું મૂલ્યાંકન કરવા માટે આવતા સપ્તાહે ગુરુવારના રોજ ઈમરજન્સી કમિટીની બેઠક મળવાની છે.

આ બેઠક નક્કી કરવા માટે છે કે, શું મંકીપોક્સ ફાટી નીકળવાથી આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

નોંધનીય છે કે, યુએન એજન્સી દ્વારા જાહેર કરાયેલા આ ઉચ્ચતમ સ્તરની ચેતવણી છે, જે હાલમાં ફક્ત કોવિડ-19 માહામારી અને પોલિયોને લાગુ પડે છે.

આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપોક્સ સ્થાનિક છે, પરંતુ તાજેતરના મહિનાઓમાં તે દેશો અને બાકીના વિશ્વમાં વધુ કેસ નોંધાયા છે. વાયરસ ફલૂ જેવા લક્ષણો અને ચામડીના ચાંદાનું કારણ બને છે અને નજીકના સંપર્ક દ્વારા ફેલાય છે. WHO અનુસાર, તે લગભગ 3-6 ટકા કિસ્સાઓમાં જીવલેણ માનવામાં આવે છે, જોકે આફ્રિકાની બહાર ફાટી નીકળતાં કોઈ મૃત્યુ થયા નથી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આ વર્ષે સૌથી વધુ મૃત્યુ થયા છે.

WHOના ડિરેક્ટર-જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું હતું કે, પ્રતિભાવ વધારવાનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. કારણ કે, વાયરસ અસામાન્ય રીતે વર્તે છે, વધુ દેશો અસરગ્રસ્ત છે અને આંતરરાષ્ટ્રીય સંકલનની જરૂર છે.

આફ્રિકા માટે WHOના કટોકટી નિર્દેશક, ઇબ્રાહિમા સોસે ફોલે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર ન આવે ત્યાં સુધી અમે રાહ જોવા માંગતા નથી! સમિતિ આવતા અઠવાડિયે વૈશ્વિક નિષ્ણાતો સાથે બેઠક કરશે, પરંતુ WHO ડિરેક્ટર-જનરલ અંતિમ નિર્ણય લેશે.

કેટલાક દેશોએ 1980 માં નાબૂદ કરાયેલા સંબંધિત અને વધુ ગંભીર વાયરસ, શીતળાની રસીનો ઉપયોગ કરીને આરોગ્ય કર્મચારીઓ અને શીતળાના દર્દીઓના નજીકના સંપર્કોને રસી આપવાનું શરૂ કર્યું છે. અગાઉ મંગળવારના રોજ WHOએ મંકીપોક્સ રસીકરણ અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી.

અલગ રીતે ફેલાય છે મંકી પોક્સ

અલગ રીતે ફેલાય છે મંકી પોક્સ

WHO અનુસાર અત્યાર સુધીમાં લગભગ 80 કેસની પુષ્ટિ થઈ છે અને લગભગ 50 કેસની તપાસ ચાલી રહી છે. સર્વેલન્સ વિસ્તરણ થતા વધુ કેસ આવવાની શક્યતા છે. WHOએ કહ્યું કે આ વાયરસ કોરોના કરતા અલગ રીતે ફેલાય છે. આ વાયરસ દર્દીના ઘામાંથી બહારઆવ્યા પછી આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ સિવાય મંકીપોક્સ વાંદરાઓ, ઉંદરો, ખિસકોલી જેવા પ્રાણીઓના કરડવાથીઅથવા તેમના લોહી અને શરીરના પ્રવાહીને સ્પર્શવાથી પણ ફેલાય છે.

યુરોપમાં સૌથી ખરાબ હાલાત

યુરોપમાં સૌથી ખરાબ હાલાત

મંકી પોક્સ વાયરસના કેટલાક કેસ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ જોવા મળ્યા છે, પરંતુ યુરોપ આ વાયરસથી સૌથી વધુ પ્રભાવિત થયુંછે. સ્પેનમાં મંકીપોક્સના કુલ 31 કેસ મળી આવ્યા છે, જ્યારે પોર્ટુગલમાં આ આંકડો 23 છે.

બ્રિટનમાં કુલ 20 લોકો આ વાયરસનો ભોગબન્યા છે. તે જ સમયે, અમેરિકા, સ્પેન, કેનેડા, ફ્રાન્સ, ઇટાલી, ફ્રાન્સ, બેલ્જિયમ, સ્વીડન, સ્પેન અને ઓસ્ટ્રેલિયામાં પણ આ વાયરસની પુષ્ટિથઈ છે.

ભારતમાં સ્થિતિ

ભારતમાં સ્થિતિ

ભારતમાં હજુ સુધી મંકી પોક્સનો એક પણ શંકાસ્પદ દર્દી મળ્યો નથી, પરંતુ તેમ છતાં સરકાર તેની અવગણના કરી રહી નથી. આફ્રિકાનીબહાર આટલી મોટી સંખ્યામાં આ રોગ પહેલીવાર નોંધાયો છે. એટલા માટે ભારતના આરોગ્ય અધિકારીઓ તેના પર નજર રાખી રહ્યા છે.

ભારત સરકારે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને ICMRને મંકી પોક્સ વાયરસના પ્રકોપને કારણે સતર્ક રહેવા જણાવ્યું છે. કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયે વિદેશમાં મંકી પોક્સની સ્થિતિ પર નજર રાખવા, અસરગ્રસ્ત દેશોના બીમાર પ્રવાસીઓને અલગ કરવા અને તેમનાનમૂનાઓ AIV પુણેને પરીક્ષણ માટે મોકલવા જણાવ્યું છે.

English summary
Monkeypox raises WHO concerns, will call emergency meeting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X