
Coronavirus : એક જ દિવસમાં 2791 લોકોના મોત, સ્પેનમાં 718 અને ઈટલીમાં 712ના મોત
નવી દિલ્હીઃ Coronavirus એ આખી દુનિયાની મુશ્કેલીઓ વધારી દીધી. 197 દેશમાં મૃત્યુનો સિલસિલો ચાલતો જ જઈ રહ્યો છે. આ મહામારીથી દુનિયાભરમાં દરરોજ 2000થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. વિકસિત દેશોની વાત કરીએ તો અમેરિકી અને ઈટલીમાં Coronavirus ને પગલે હાહાકાર મચ્યો છે. કરોડો લોકો હાલ પોતાના ઘરમાં કેદ રહેવા માટે મજબૂર છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ આ મહામારીની ખરાબ અસર પડી રહી છે. એક રિપોર્ટ મુજબ દુનિયામાં 5 લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
Coronavirus થી મરનાર લોકોની વાત કરીએ તો આ આંકડો 20 હજારને પાર કરી ચૂક્યો છે. પ્રાપ્ત જાણકારી મુજબ ગત ગુરુવારે રાત સુધી દુનિયાભરમાં Coronavirus સંક્રમિત 24,073 દર્દીના મોત થઈ ચૂક્યાં છે, શનિવારે સવારે આ આંકડો વધીને 24089 ઈ ગયો. મા્ર ગુરુવારે જ વિશ્વભરમાં મહામારીના કુલ 2791 મોત નોંધાયાં છે, જેમાંથી આઠ મોત ભારતમાં થયાં. મૃતક બધા જ લોકો અલગ-અલગ દેશથી છે જે હાલ Coronavirus ના સંકટ સામે લડી રહ્યા છે.
ગત ગુરુવારે Coronavirus થી કયા દેશમાં કેટલાં મોત
- સ્પેન- 718
- ઈટલી- 712
- ફ્રાંસ- 365
- અમેરિકા- 268
- ઈરાન- 157
- બ્રિટેન- 115
- નેધરલેન્ડ- 78
- જર્મની- 61
- બેલ્ઝિયમ- 24
- સ્વિત્ઝરલેન્ડ- 39
- ઈન્ડોનેશિયા- 20
- બ્રાઝિલ- 18
- ઓસ્ટ્રિયા- 18
- પોર્ટુગલ- 17
- તુર્કી- 16
- સ્વીડન- 15
- આયરલેન્ડ- 10
- ભારત- 8
જણાવી દઈએ કે ભારત સરકારે કોરોના વાયરસથી નિપટવા માટે કેટલાંય પગલાં ભર્યાં છે. ભારત સરકારે દેશમાં 21 દેશને લૉકડાઉન લાગૂ કરી દીધા છે અને લોકોને ઘરેથી બહાર ના નિકળવાની સલાહ આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ મુજબ ભારતમાં સંક્રમિત મામલાની સંખ્યા 724 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 17 લોકોના મોત પણ થઈ ચૂક્યાં છે. જો કે દેશમાં આ મહામારીથી 42 લોકો સંપૂર્ણપણે ઠીક થઈ ગયા છે.
Coronavirus ને હરાવવા ભારત સરકારની તૈયારી
ઓવર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પહેલા આ મામલે ભારત સરકારના વખાણ કરી ચૂક્યું છે. કોરોના વાયરસ મહામારી ઘોષિત થતાં જ ભારત સરકારે કોરોના સામે લડવા માટે તૈયારી દાખવી હતી, એક દિવસના જનતા કર્ફ્યૂ બાદ મોદી સરકારે 21 દિવસનું નેશનલ લૉકડાઉન જાહેર કરી દીધું અને 21 દિવસ સુધી દેશના બધા જ નાગરિકોને ઘરમાં રહેવાની અપીલ કરી, લોકોએ આર્થિક મુશ્કેલીનો સામનો ના કરવો પડે તે માટે સરકારે 1.70 લાખ કરોડનું રાહત પેકેજ જાહેર કર્યા બાદ શુક્રવારે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ પણ રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરી આડકતરી રીતે લોન ધારકોને ફાયદો પહોંચાડ્યો છે.
35 ખાનગી લેબ્સને કોરોના વાયરસ ચેપ પરીક્ષણની અપાઇ પરવાનગી