
અમેરિકાઃ અંતિમ સંસ્કાર સ્થળ પર 31 શબ મળવાથી ખળભળાટ
વૉશિંગ્ટનઃ અમેરિકાના દક્ષિણ ઇન્ડિયાનામાં સ્થિત અંતિમ સંસ્કાર સ્થળ પર 30થી વધુ મૃતદેહો મળી આવ્યા છે. આ અંગેની માહિતી મળતાં લુસીવાઈલ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસ અધિકારી આઇઝેક પાર્કરે કહ્યું કે કાઉન્ટી કૉર્નર ઑફિસમાં ફરિયાદ કરવામાં આવી હતી કે નજીકની ઇમારતમાંથી ખૂબ જ દુર્ગંધ આવી રહી છે. ત્યાં માર્ચ મહિનાથી કેટલાક મૃતદેહો પણ છે જે ખૂબ જ ખરાબ હાલતમાં છે. એટલુ જ નહિ અંતિમ સંસ્કાર બાદ 16 મૃતદેહોના અવશેષો પણ અહીં પડ્યા છે.
પાર્કરે જણાવ્યું હતુ કે અંતિમ સંસ્કાર ઘરનો માલિક શુક્રવારથી પોલીસ સાથે વાત કરી રહ્યો છે અને તપાસ ચાલુ છે. દક્ષિણ ઇન્ડિયાના ફ્યુનરલ હોમની અંદરથી 30થી વધુ મૃતદેહો મળી આવ્યા છે જેમાંના કેટલાક સડી ગયેલા છે. પોલીસ તપાસ કરી રહી છે. અવશેષોને ઓળખ માટે ક્લાર્ક કાઉન્ટી કોરોનરની ઑફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને પોલીસે જેની પાસે માહિતી હોય તેને કોરોનરની ઑફિસનો સંપર્ક કરવા જણાવ્યુ હતુ.