For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'કોરોના વાયરસ લેબમાં તૈયાર કરવાના કોઈ પુરાવા નહિ, જાનવરોમાંથી પેદા થયો હોવાની સંભાવના'

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંગળવારે એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ કે કોરોના વાયરસ ચીનમાં જાનવરોમાં ઉત્પન્ન થયો છે.

|
Google Oneindia Gujarati News

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી મંગળવારે એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ કે જે તથ્ય અમારી પાસે હાજર છે તેના આધારે કહી શકાય છે કે કોરોના વાયરસ ચીનમાં જાનવરોમાં ઉત્પન્ન થયો છે, નહિ કે કોઈ લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેમની સરકાર એ જાણવાની કોશિશ કરી રહી છે કે આ વાયરસ ચીનના વુહાનની લેબમાં તૈયાર થયો છે જ્યાંથી આ આખી દુનિયામાં ફેલાઈ ગયો અને વૈશ્વિક મહામારી બની ગયો.

લેબમાં ઉત્પન્ન નથી કરવામાં આવ્યો

લેબમાં ઉત્પન્ન નથી કરવામાં આવ્યો

વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રવકતા પેડેલા ચેબે કહ્યુ કે બધા હાજર તથ્યોના આધારે કહી શકાય કે આ વાયરસ જાનવરોમાંથી ઉત્પન્ન થયો અને આ કોઈ લેબમાં તૈયાર કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ હતુ કે સંભવ છે કે આ વાયરસ જાનવરોમાંથી ઉત્પન્ન થયો હોય. જો કે એ સ્પષ્ટ નથી કે આ જાનવરોમાંથી માણસોમાં કેવી રીતે પહોંચ્યો. પરંતુ સંભવ છે કે આ કોઈ જાનવરમાંથી જ માણસમાં પહોચ્યો હોય. સંભવ છે કે આ વાયરસ ચામાચીડિયામાંથી ઉત્પન્ન થયો હોય પરંતુ આ માણસમાં કેવી રીતે આવ્યો એ સ્પષ્ટ નથી.

અમેરિકામાં મોતનો આંકડો 45 હજારને પાર

અમેરિકામાં મોતનો આંકડો 45 હજારને પાર

છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2700 લોકોના કોરોના વાયરસના કારણે મોત થઈ ગયા છે. આ સાથે જ અમેરિકામાં કોરોના વાયરસથી અત્યાર સુધી 45000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 8 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 40 હજાર નવા કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવી ચૂક્યા છે. વળી, કોરોના વાયરસના કારણે દેશમાં આવેલી આર્થિક મંદીના કારણે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 60 દિવસ માટે ગ્રીન કાર્ડ પર રોક લગાવી દીધી છે.

ભારતમાં પણ મોતનો આંકડો 600ને પાર

ભારતમાં પણ મોતનો આંકડો 600ને પાર

ભારતમાં કોરોના વાયરસ(કોવિડ-19) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે બુધવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકની અંદર કોરોના વાયરસના 1383 નવા કેસ સામે આવ્યા છે અને 50 લોકોના મોત નીપજ્યા છે. મંત્રાલયના જણાવ્યા મુજબ હવે ભારતમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધીને 19984 થઈ ગઈ છે. આમાં 15474 સક્રિય કેસ છે, 3870 લોકો સ્વસ્થ/રજા આપી દેવામાં આવી છે અને કુલ 640ના મોત થયા છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2700 લોકોના કોરોના વાયરસથી મોતઆ પણ વાંચોઃ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2700 લોકોના કોરોના વાયરસથી મોત

English summary
Most likely coronavirus originated from animal not in lab says WHO.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X