For Daily Alerts
શું થયું જ્યારે ચિત્તાના પિંજરામાં પડી ગયું 2 વર્ષનું બાળક
ન્યૂયોર્ક, 14 એપ્રિલ: આપને દિલ્હીના પ્રાણી સંગ્રાહલયની પેલી ઘટના તો આપને યાદ જ હશે, જ્યારે એક યુવક વાઘના પિંજરમાં પડી જાય છે, અને વાઘે તેને ખરાબ રીતે ઘાયલ કરી દીધો હતો, જેનું બાદમાં મોત થઇ ગયું હતું. અમેરિકાના ક્વીવલેંડના પ્રાણી સંગ્રહાલયમાં પણ એક 2 વર્ષનું બાળક તેની માતાની ભૂલના કારણે ચિત્તાના પિંજરામાં પડી ગયું, પરંતુ સૌભાગ્યની વાત એ રહી કે ચિત્તાએ તેને કોઇ નુકસાન પહોંચાડ્યું નહીં.
ચિત્તાના વાડામાં બાળક એ સમયે પડી ગયું જ્યારે તેની માતા તેને વાડાની રેલિંગ પર લટકાવીને રાખ્યું હતું. પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ અનુસાર બાળકના માતા પિતા તેને બચાવવા માટે પિંજરામાં કૂદી પડ્યા પરંતુ ચિત્તાએ કોઇને કંઇ નુકસાન પહોંચાડ્યું નહીં. અહીં સુધી ચિત્તો તેમની પાસે પણ આવ્યો નહીં.
બાળકના પિંજરામાં પડતા જ બૂમોને રાળો પડવા લાગી. બાળક પિંજરામાં પડી જવાના કારણે તેને પગમાં ઇજા પહોંચી હતી. જ્યારે બાળકનો જીવ જોખમમાં નાખવા બદલ તેની માતાને આરોપી બનાવવામાં આવશે. ઘટના બાદ પ્રાણી સંગ્રહાલયને આખા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું. અઠવાડીયાના છેલ્લા દિવસે અને રજાના દિવસે પ્રાણી સંગ્રહાલયમાં ભારે ભીડ હોય છે.