For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફેસબુક પર વેચાઇ રહ્યું છે 'માનું દૂધ' !

|
Google Oneindia Gujarati News

Breast feeding
લંડન, 18 ઓક્ટોબર: એક બાજુ પોતાની ફિગરને સુંદર બનાવી રાખવાની ચાહતમાં મોર્ડન મહિલાઓ પોતાના બાળકને સ્તનપાન નથી કરાવતી ત્યારે બીજી બાજું બ્રિટેન તથા અમેરિકાની માતાઓ રૂપિયા માટે પોતાનું દૂધ વેચી રહી છે. તેઓ આ કામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક તથા અન્ય કમ્યુનિટી ફોરમની મદદથી કરી રહી છે.

માનું દૂધ પોતાના બાળક માટે સર્વોત્તમ માનવામાં આવે છે. પરંતુ જે મહિલાઓ બાળકોને પોતાનું દૂધ નથી આપી શકતી તેવી મહિલાઓ પાઉડરના દૂધ કરતા આ મહિલાઓના દૂધ પર ભરોસો કરે છે.

અહેવાલ અનુસાર આવી જ એક સાઇટે જણાવ્યું છે કે દૂધ ખરીદવું અને વેચવું ખુબ જ સાફ અને ખાનગી રીતે કરવામાં આવે છે, જેથી તે હેલ્ધી રહે. ડોનર મહિલાઓ માંગ અનુસાર તાજુ દૂધ સપ્લાઇ કરે છે. જેના માટે એક ખાસ પ્રક્રિયા હોય છે. જે મહિલાઓ કોઇ કારણસર પોતાના બાળકને સ્તનપાન કરાવી શકતી નથી, તેમના દૂધને જ અહીં સ્ટોર કરવામાં આવે છે.

જોકે આની બીજી બાજું પણ છે જ્યાં બાળકોના સ્વાસ્થ્ય અને આવા દૂધને લઇને તબીબોએ પોતાનો મત આપ્યો છે. જર્મન ડોક્ટરોએ સોશિયલ નેટવર્કિંગ દ્વારા આવું દૂધ નહી ખરીદવા જણાવ્યું છે કે, પ્રોફેશનલ એસોસિએશન ઓફ પેડિયાટ્રિશિયનના અધ્યક્ષ વોલફ્રમ હાર્ટમને આવા ડોનર્સ પર શંકા વ્યકત કરતા જણાવ્યું હતું કે બની શકે છે કે આવા ડોનર્સ એઇડ્સ અથવા હેપિટાઇટિસ જેવા રોગોથી પીડાતા હોય, આવામાં બાળક માટે દૂધ ખતરનાખ સાબિત થઇ શકે છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે મહિલાઓ સોસિયલ સાઇટ્સ પર વેચાતા આવા દૂધ કરતા પાવડર દૂધ પર ભરોસો કરવો વધારે હિતાવહ છે.

English summary
Mothers in the UK and US are selling their breast milk using community forums, including Facebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X