For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મિસીસ શ્રીલંકા સ્પર્ધામાં હોબાળો, લાઈવ શોમાં વિજેતા પાસેથી છીનવી લેવાયો તાજ, થઈ ઘાયલ

શ્રીલંકામાં મિસીસ શ્રીલંકા સ્પર્ધા દરમિયાન જોરદાર હોબાળો થયો છે અને વિજેતાના શિરેથી સ્ટેજ પર જ તાજ છીનવી લેવામાં આવ્યો.

|
Google Oneindia Gujarati News

કોલંબોઃ શ્રીલંકામાં મિસીસ શ્રીલંકા સ્પર્ધા દરમિયાન જોરદાર હોબાળો થયો છે અને વિજેતાના શિરેથી સ્ટેજ પર જ તાજ છીનવી લેવામાં આવ્યો. વિજેતાના શિરેથી તાજ છીનવવાનુ કારણ વધુ વિવાદિત છે. વળી, અચાનક તાજ છીનાવાથી મિસીસ શ્રીલંકા વિજેતાના માથા પર ઈજા થઈ છે જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવી પડી.

અવૉર્ડ ફંક્શનમાં હોબાળો

અવૉર્ડ ફંક્શનમાં હોબાળો

વાસ્તવમાં, શ્રીલંકામાં રવિવારે મિસીસ શ્રીલંકા પ્રતિસ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શ્રીલંકાની ઘણી સેલિબ્રિટી શામેલ હતા. આ બ્યુટી ક્વીન પ્રતિસ્પર્ધામાં પુષ્પિકા ડી સિલ્વાને વિજેતા જાહેર કરવામાં આવી. વિજેતાના નામની ઘોષણા થતા જ ચારે તરફ તાળીઓ વાગવા લાગી પરંતુ ત્યારે પૂર્વ મિસીસ વર્લ્ડ કેરોલિના જૂરી સ્ટેજ પર આવી ગઈ અને તેણે પુષ્પિકા ડી સિલ્વાના માથેથી મિસીસ શ્રીલંકાનો તાજ છીનવી લીધો. આ ઘટનાથી અવૉર્ડ ફંક્શનમાં હાજર તમામ લોકો ચોંકી ગયા અને કોઈને સમજમાં નહોતી આવી રહ્યુ કે સ્ટેજ પર શું થઈ રહ્યુ છે અને છેવટે મિસીસ શ્રીલંકાના માથેથી વિજેતાનો તાજ કેમ છીનવી લેવામાં આવ્યો છે.

ડિવોર્સી ન રાખી શકે તાજ

ડિવોર્સી ન રાખી શકે તાજ

પૂર્વ મિસીસ વર્લ્ડે મિસીસ શ્રીલંકાના શિરેથી તાજ છીનવવા પાછળ વિચિત્ર દલીલ છે જેણે શ્રીલંકામાં નવા વિવાદને જન્મ આપ્યો છે. પૂર્વ મિસીસ વર્લ્ડ કેરોલિના જૂરીએ મિસીસ શ્રીલંકા પુષ્પિકા ડી સિલ્વાના શિરેથી તાજ છીનવીને કહ્યુ કે તે ડિવોર્સી છે અને તે પોતાના માથે તાજ ન રાખી શકે. અચાનક તાજ કાઢી લેવાથી પુષ્પિકા ડી સિલ્વાના માથા ઘા થઈ ગયો અને પછી તેને હોસ્પિટલ લઈ જવી પડી. કેરોલિના જૂરીએ કહ્યુ કે આ પ્રતિસ્પર્ધા પરિણીત લોકો માટે છે નહિ કે ડિવોર્સી મહિલાઓ માટે. કેરોલિના જૂરીએ સ્ટેજ પર કહ્યુ કે નિયમો મુજબ આ પ્રતિસ્પર્ધામાં ડિવોર્સી મહિલાઓને અવૉર્ડ ન આપી શકાય માટે હું વચમાં આવીને આ તાજ પ્રતિસ્પર્ધામાં બીજા સ્થાને આવેલી વિજેતાના શિરે તાજ પહેરાવી રહી છુ. આ સાથે જ કેરોલિના જૂરીએ પુષ્પિકા ડી સિલ્વાના માથેથી તાજ કાઢી લીધો ત્યારબાદ પુષ્પિકા ડી સિલ્વા રડતા રડતા કાર્યક્રમથી બહાર જતી રહી.

લાઈવ ચાલી રહ્યુ હતુ પ્રસારણ

લાઈવ ચાલી રહ્યુ હતુ પ્રસારણ

શ્રીલંકાની રાજધાની કોલંબોના એક થિયેટરમાં થઈ રહેલા આ કાર્યક્રમનુ લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યુ હતુ. વળી, હોબાળા બાદ કાર્યક્રમના આયોજકોએ પુષ્પિકા ડી સિલ્વાની આખી ઘટના માટે માફી માંગી અને કહ્યુ કે પુષ્પિકા ડી સિલ્વા ડિવોર્સી નથી, તે માત્ર પોતાના પતિથી અલગ રહે છે. બંનેના ડિવોર્સ થયા નથી. મિસીસ શ્રીલંકા અવૉર્ડ ફંક્શનમાં હોબાળાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને આખી દુનિયાના મીડિયાએ આને કવર કર્યુ છે.

કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી

કરવામાં આવશે કાયદાકીય કાર્યવાહી

કાર્યક્રમમાં માથેથી તાજ ઉતાર્યા બાદ પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે કાર્યક્રમમાં તેની સાથે જે થયુ છે તે ઘણુ અપમાનજનક છે અને તે આના માટે કાયદાકીય કાર્યવાહી કરશે. તેણે કહ્યુ કે તાજ અચાનક ઉતારવાના કારણે સોનાનો તાજ તેના વાળમાં ફસાઈ ગયો હતો અને ઘણી મુશ્કેલી બાદ તેને કાઢી શકાયો. પુષ્પિકા ડી સિલ્વાની આંખોમાં આંસુ હતુ અને તે આ અપમાન બાદ કાર્યક્રમમાંથી બહાર જતી રહી. જો કે, કાર્યક્રમ બાદ આયોજકોએ માફી માંગીને તેનો તાજ તેને પાછો આપી દીધો. પરંતુ પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે તે આ મામલે કેરોલિના સામે કાયદાકીય કાર્યવાહી કરશે. પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યુ કે તે પોતાના પતિથી અલગ રહે છે તેના ડિવોર્સ થયા નથી. વળી, બીબીસીના રિપોર્ટ મુજબ પોલિસે સમગ્ર ઘટના બાદ તપાસ શરૂ કરીને આયોજકો સાથે અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી દીધી છે.

કોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ, એક દિવસમાં 1,15,736 નવા દર્દીકોરોનાએ તોડ્યા બધા રેકૉર્ડ, એક દિવસમાં 1,15,736 નવા દર્દી

English summary
Mrs World Carolina snatched the crown from the head of winner Pushpika De Silva in the Mrs Sri Lanka competition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X