જાણો કોણ છે પેશાવરમાં મોતનો તાંડવ કરનાર ગેંગનો મુખિયા 'મુલ્લા રેડિયો''
નવી દિલ્હી, 17 ડિસેમ્બર: બે પગ પર ઠુમકા લગાવતાં ક્યારેક જોયો હતો, તે હાથ જે સ્કુલ જતી વખતે હાથ હલાવીને બાય કહ્યાં કરતો હતો, તે અવાજ જે ક્યારેક કાનોમાં મિસરી ઘોળતી હતી... એકાએક અટકાઇ ગયો. સપનાઓમાં જે પળ જોયા હતા તે વિખેરાઇ ગયા. હવે તે સ્કુલમાંથી ક્યારેય પરત નહી ફરે. હવે તેમનો અવાજ ઘર આંગણામાં ક્યારેય નહી ગુંજશે. હવે તે નહી આવે. જી હાં મંગળવારે પેશાવરની આર્મી સ્કુલમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાન (ટીપીપી)ના આતંકવાદીઓએ મોતનું જે નગ્ન તાંડવ મચાવ્યું તેને ફક્ત પાકિસ્તાન જ નહી પરંતુ આખી દુનિયામાં માતમ ફેલાવી દિધો છે.
આ હુમલામાં 132 બાળકો સહિત 141 લોકોના મોત નિપજ્યાં છે. પરંતુ એક વાત સાંભળીને તમને આશ્વર્ય થશે કે મોતનું તાંડવ મચાવનાર આ ખૂની ગેંગનો મુખિયા પોતે જન્મથી જ પાકિસ્તાની છે. ગેંગના મુખિયાનું નામ મૌલાના ફજલુલ્લા ઉર્ફે મુલ્લા રેડિયો છે. તેનું જન્મનું ફજલ હયાત હતું અને ગત નવેમ્બરમાં જ તે ટીટીપીના જવાબદાર પદ પર આવ્યો અને આતંકવાદી કાર્યવાહીઓને ઝડપી કરી દિધી. મુલ્લા રેડિયોનો જન્મ 1974માં પાકિસ્તાનના સ્વાત જિલ્લામાં થયો હતો. મુલ્લા દેવબંધ સુન્ની ઇસ્લામનો સમર્થક છે અને દેશમાં શરિયા કાનૂન લાગૂ કરાવવા માંગે છે.
તે ખૂબ જ કટ્ટર વિચારધારાનો વ્યક્તિ છે. વધુ એક મહત્વપૂર્ણ વાત અહીં કહેવાની જરૂરી છે કે મુલ્લા રેડિયો તે સમુદાયનો સભ્ય છે જેની નોબલ પ્રાઇજ વિજેતા મલાલા છે, એટલે કે યૂસૂફજઇ. તેને જ મલાલાને મારી નાખવાનો હુકમ કર્યો હતો. મુલ્લા શરૂથી જ અપરાધી માનસિકતાનો વ્યક્તિ હતો અને કહેવામાં આવે છે કે તે તહરિક-એ-નફ્જ-એશરિયત-એ-મોહંમદીના સંસ્થાપક સૂફી મોહમંદની પુત્રીને મદરેસામાંથી ભગાવી લઇ ગયો હતો. મૌલાના ખૂબ જ શાતિર છે અને સંતાઇને રહે છે. તેનો એક જ ફોટો છે જે અમેરિકાની કોઇ ન્યૂઝ ચેનલે ખેંચ્યો હતો.
2005માં પાકિસ્તાનમાં ધરપકડ થયો હતો મુલ્લા રેડિયો
ફજલ હયાત, ઉર્ફ મૌલાના ફજુલુજ્જા ઉર્ફ મુલ્લા રેડિયોને પાકિસ્તાનની સરકારે 2005માં ધરપકડ કરી લીધો હતો. તેને જેલમાં જ રહીને તમામ ધાર્મિક પુસ્તકો વાંચ્યા. ત્યાંથી જ તેના કટ્ટરવાદની શરૂઆત થઇ. જેલમાંથી છૂટ્યા બાદ તેને પાકિસ્તાનની સરકાર અને કટ્ટરપંથીઓ વચ્ચે કરાર કરાવ્યા જેના ફળસ્વરૂપે સરકારે માલકંડ જિલ્લામાં શરિયા કાનૂન લાગૂ કરવાની સહમતિ આપી દિધી. ધીરે-ધીરે તે સ્વાત ઘાટીના વિસ્તારમાં મજબૂત થતો ગયો. તેના ખૂંખાર આતંકવાદી બૈતુલ્લા મહસૂદ સાથે હાથ મિલાવી લીધો. તે તેની વાતો માનવા લાગ્યો અને અંદરો અંદર પોજીશન બનાવતો ગયો. 2007 સુધી તેના 4500 લડાકુની ફોજ બનાવી લીધી અને સ્વાત ઘાટીના 59 ગામ પર પોતાની હુકૂમત ચલાવવા લાગ્યો.
પાકિસ્તાની ફોજથી બદલો ખાવાની ખાધી સોગંધ
10 જુલાઇ 2009ના રોજ પાકિસ્તાની ફોજના હુમલામાં મુલ્લા ઘાયલ તો થઇ ગયો પરંતુ બચી નિકળવામાં સફળ રહ્યો. પાકિસ્તાની ફોજે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા તેના મદરેસાને નેસ્તનાબૂત કરી દિધા હતા. ફોજના હુમલા બાદ તે અફઘાનિસ્તાનમાં સંતાઇ ગયો અને તેને તે સમયે જ પાકિસ્તાની ફોજથી બદલો લેવાનું નક્કી કરી લીધું. તે અફઘાનિસ્તાનમાં રહીને પાકિસ્તાની ફોજો પર હુમલો કરતો રહ્યો હતો. ગત વર્ષે ઓક્ટોબરમાં તે પાકિસ્તાનના કબાયલી વિસ્તારમાં આવી ગયો. ત્યારબાદ જ તેને તાલિબાનનો અમીર બનાવી દેવામાં આવ્યો કારણ કે તે સમયે ચીફ હકીમમુલ્લા મસૂદને અમેરિકી ડ્રોને ઉડાવી દિધો હતો.
બદલાની ભાવનામાં સળગતો ફજલ પાકિસ્તાન અને તેની ફોજો પર સતત હુમલા કરતો રહ્યો. તે આકરા શરિયા કાનૂનનો પક્ષઘર છે અને તેને તોડનારને આકરી સજા આપતો હતો જેમાં ગળુ કાપવા સુધીનું સામેલ હતું. તે સંગીત, ટીવી, સિનેમાનો ઘોર વિરોધી હતો અને આમ કરનારને સજા આપતો હતો. તેણે કોમ્યુટરની દુકાનમાં આગ લગાવી દિધી હતી. ફજલ મહિલા શિક્ષણના સખત વિરોધી છે અને તેણે તેના પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી રાખ્યો છે. તેણે દસ સ્કુલોને બોમ્બ વડે ઉડાવી દિધી હતી. તેને કુલ 170 સ્કુલોને નેસ્તાનાબૂત કરી દિધી. તેને જ 2012માં મલાલાને મારવા માટે એક હત્યારાને મોકલ્યો હતો.